ખબર

Unlock 4.0 માં અહીંયા લાગી ગયું ફરી લોકડાઉન.. સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં હવે તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે અનલોક-4ની પણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ મુજબ નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનલોક-4 માટે ખુબ જ મહત્વના નિર્ણય લીધા છે.

Image Source

યોગી સરકારે અનલોક-4માં બજાર સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો અને પ્રાદેશિક બજારોમાં સાપ્તાહિક બંધ રવિવારના રોજ રાખવાનો નિર્ણય કર્યો છે. ઓગસ્ટની અંદર શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી લઈને સોમવારે સવારે 5 વાગ્યા સુધી બજારો બંધ કરવાનો આદેશ હતો જને બદલતા હવે શુક્રવારની જગ્યાએ શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે રાત્રે 12 વગ્યા સુધી જ લોકડાઉન લાગુ રહેશે. એટલે કે શનિવારનું લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે.

Image Source

આ સાથે જ રાજ્યની અંદર કોરોના વાયરસના ટેસ્ટમાં પણ ઝડપથી વધારો કરીને દોઢ લાખ ટેસ્ટ પ્રતિ દિવસ કરવાનો નિર્દેશ પણ કર્યો છે. યોગીએ કહ્યું છે કે “જ્યાં સુધી કોવિડ-19ની કોઈ કારગર દવા અથવા વેક્સીન નથી આવતી ત્યા સુધી વધારેમાં વધારે ટેસ્ટિંગ જ તેના વિરુદ્ધ સૌથી મોટું હથિયાર છે. ”

Image Source

યોગી આદિત્યનાથ મંગળવારના રોજ અહીંયા એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોકની વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા. તેમને કહ્યું કે જનપદ લખનૌમાં વિશેષજ્ઞોની એક ટિમ નક્કી કરવામાં આવી છે. જે ડીઝીટલ પ્લેટફોર્મ પર જનતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પરામર્શ આપશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.