જીવનશૈલી

આ યુવતીએ પ્રિયંકા-નિક અને અનુષ્કા-વિરાટના લગ્નની કરી હતી પુરી પ્લાનિંગ, જાણો કેવી રીતે મળ્યો આવડો મોટો પ્રોજેક્ટ…

વર્ષ 2018 ના બોલીવુડના સૌથી રોયલ અને ભવ્ય લગ્નની વાત કરવામાં આવે તો અનુષ્કા-વિરાટ,પ્રિયંકા-નિક અને દીપિકા-રણવીરનું નામ સૌથી ઉપર આવે છે.જેવું કે બધા જાણે જ છે કે લગ્નના અમુક દિવસો પછી તેઓના લગ્ન સમારોહની તસ્વીરો સામે આવી હતી પણ લગ્નના સમયે તસ્વીરોને પ્રાઇવેટ જ રાખવામાં આવી હતી.

જેવું કે બધા જાણે જ છે કે અનુષ્કા શર્મા અને વિરાટના લગ્ન ઇટલીમાં થયા હતા જયારે પ્રિયંકા ના લગ્ન જોધપુરમાં થયા હતા.આ બંને અભિનેત્રીઓના લગ્નને રોયલ અને આકર્ષક બનવાનું કામ ‘ટીના થરવાની’એ કર્યુ હતું.ટીના એક વેડિંગ પ્લાનર છે અને તે લગ્નના ભવ્ય સપનાઓને હકીકતમાં ફેરવવાનું ખુબ સારી રીતે જાણે છે. જણાવી દઈએ કે ટીનાએ પોતાનું કેરિયર ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટરના સ્વરૂપે શરૂ કર્યુ હતું.

જણાવી દઈએ કે હાલના સમયે ટીના થરવાની haadi Squad ની ડાયરેક્ટર અને કો-ફાઉન્ડર છે.મીડિયા સાથે વાતચીત કરતા ટીનાએ કહ્યું કે કોઈપણ સેલિબ્રિટીઝના લગ્ન કે ફંક્શનને ખાનગી રાખવાની જવાબદારી તેઓના પર જ હોય છે અને તે સૌથી મહત્વનું પરિબળ છે.ટીનાના અનુસાર અમારા માટે ક્લાઈન્ટની ગુપ્તતા જ સૌથી મોટી વસ્તુ છે.સેલિબ્રિટીઓની જાણકારીઓ અમારા સુધી જ સીમિત રાખવાનું અમારું કામ છે.ભરોસેમંદ વેન્ડર્સ અને વેડિંગ પ્લાનર્સની સાથે કામ કરવું સહેલું હોય છે,ત્યારે જ અમને જરૂરી જાણકારીઓ જે તે એલીબ્રીટીઓ દ્વારા મળે છે.

જણાવી દઈએ કે વર્ષ 2015 માં ટીના એ સૌરભ મલ્હોત્રા અને મનોજ મિત્રાની સાથે મળીને આ કામની શરૂઆત કરી હતી.ટીનાએ કહ્યું છે કે તેઓ બધાએ મળીને જ પ્રિયંકા અને અનુષ્કાના લગ્નની પ્લાનિંગ કરી હતી.મહિલાઓ માટે આ ફિલ્ડમાં કામ કરવું અને પોતાનું કેરિયર બનાવવું એક સારો વિકલ્પ છે.

Image Source

વેડિંગ પ્લાનને લઈને ટીના કહે છે કે તેઓને ક્લાઈન્ટની પુરી જાણકારી આપવામાં આવે છે, અને તેની કંપનીનું કામ વેડિંગ ક્લાઈન્ટની જરૂરિયાતોને પૂરું કરવાનું છે.લગ્નનું લોકેશન ઘણી એવી વસ્તુઓ પર નિર્ભર કે છે જેમ કે જગ્યાની સાઈઝ,લગ્નનું સ્તર,બજેટ,ક્લાઈન્ટની પસંદગી અને સૌથી જરૂરી લગ્નની તારીખ,આ દરેક વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ પ્લાંનિંગ કરવાની રહે છે.

ટીનાના અનુસાર અનુષ્કા-વિરાટના લગ્ન અમારા માટે ખુબ મોટો મૌકો હતો. તેના પછી પ્રિયંકાની ટીમે અમારો સંપર્ક કર્યો હતો. અમે તેઓની સગાઈની પ્લાનિંગ કરી હતી.અનુષ્કા-વિરાટના લગ્ન અમે પાંચ લોકોને મળીને પ્લાન કર્યો હતો.ઇટલી જઈને ત્યાં બધો ડિટેઇલના પ્લાન કરવામાં આવ્યો હતો.

ટીનાએ કહ્યું કે,”પ્રાઇવેટ સેલિબ્રિટીઓ સાથે ખુબ મોટો ફાયદો થાય છે કેમ કે મોટાભાગે તેઓના મહેમાનોની લિસ્ટ ખુબ જ નાની હોય છે જેને લીધે લગ્નની તસ્વીરો લીક થવાનો ચાન્સ પણ ઓછો રહે છે. આજ ફાયદો દીપિકા અને રણવીરને તેઓના લગ્નમાં મળ્યો હતો.

અમારી પુરી ટિમ કસ્ટમર્સની જરૂરિયાતોને પુરી કરે છે અને અમારા માટે દરેક લગ્ન મહત્વ રાખે છે.અમે અમારા ઓફોશિયલ વેબસાઈટ અને ઇન્સ્ટાગ્રામ પર અમારા કામને દેખાડીએ છીએ જેના દ્વારા લોકો તેનાથી કનેક્ટ થઇ શકે.પ્રિયંકા-નિકના લગ્નનો લોગો અમે રાતે 10 વાગે ડિઝાઇન કર્યો હતો અને 7 વાગે તૈયાર કરીને આપી દીધો હતો.

આવા ભવ્ય અને રોયલ લગ્નનું પ્લાંનિંગ કરનારી ટીના પોતાના લગ્ન વિશે કહે છે કે,”હું એકદમ સામાન્ય રીતે લગ્ન કરવા માગું છું. હું જ્યાં પણ લગ્ન કરીશ તે એકદમ સાદગીપૂર્ણ હશે, જ્યા માત્ર મારા નજીકના મિત્રો અને પરિવારજનો જ હશે”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks