ખબર

ભલે તમે પહેર્યું હશે હેલમેટ, તો પણ ફાટશે હેલમેટ વિના વાહન ચલાવવાનો મેમો, જાણો શું છે એ નિયમ

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ નિયમ તોડનારાઓના ભારે-ભરખમ ચલણ ફાટવા લાગ્યા છે. ત્યારે જણાવી દઈએ કે જ તમે સસ્તું અને નકલી હેલમેટ વાપરો છો તો પણ પોલીસ દંડ લગાવશે. અને એટલો જ દંડ ફટકારશે જેટલો હેલમેટ વિના વાહન ચલાવવા પર થાય છે.

Image Source

જણાવી દઈએ કે હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ લાગે છે. એટલે આજે જ પોતાનું નકલી કે ટોપીવાળું હેલમેટ ફેંકી દો અને ISI માર્કવાળું હેલમેટ વાપરો, કારણ કે આ સસ્તું હેલમેટ તમને ચલણથી તો બચાવશે જ પણ અકસ્માત થવા પર તમારો જીવ નહિ બચાવી શકે.

નવા નિયમો બાદ રસ્તાઓ પર હેલમેટનું વેચાણ વધી ગયી છે, ત્યારે ટોપીવાળું હેલમેટ માત્ર 100 રૂપિયામાં મળી જ છે. પણ આ હેલમેટ તકલાદી હોય છે, જે તમારા માથાની રક્ષા નથી કરી શકતું. તો બીજી તરફ 400 રૂપિયાથી વધુની કિંમતમાં ISI માર્કવાળું હેલમેટ મળી જાય છે.

Image Source

પોલીસનું માનવું છે કે સસ્તા ટોપીવાળા હેલમેટ માથાને આખું કવર નથી કરતા જેના કારણે અકસ્માતના સંજોગોમાં નુકશાન થવાનો ભય રહે છે. ISI માર્કવાળું હેલમેટ પહેરવાનો હેતુ માથાનો બચાવ કરવાનો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks