આ 6 ફાયદા એકવાર વાંચશો તો તમારું જીવન ધન્ય થઇ જશે
ગરમીની સીઝન શરૂ થતા જ તાજા-તાજા ફળોની પણ સીઝન શરૂ થાય છે. ઉનાળામાં મોટાભાગે લોકો તરબૂચ ખાવાનું પસંદ કરે છે. તરબુચમાં મોટી માત્રામાં પાણી રહેલું હોય છે જે શરીરને ઠંડક આપે છે. મોટાભાગે તરબૂચ ખાતી વખતે તેના બીજ ફેંકી દેવામાં આવે છે પણ તમને જણાવી દઈએ કે તરબૂચના બીજના પણ અનેક ફાયદાઓ છે, જે સ્વાસ્થ્યને ખુબ અસર કરે છે. આવો તો જાણીએ.(અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).
1. હાડકા કરે છે મજબૂત:
તરબૂચના બીજમાં કોપર, મેન્ગેનીઝ અને પોટેશિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવવા માટે મદદરૂપ છે. બીજને સૂકવીને ખાવાથી ઓસ્ટિયોપોરોસીસનો ખતરો દૂર કરી શકાય છે.
2. કંટ્રોલ કરે છે ડાયાબિટીસ:
તરબૂચના આ નાના એવા મામૂલી બીજ બ્લડ શુગર ઘટાડવાનું કામ કરે છે. તેમાં મળી આવતા તત્વો ડાયાબિટીસના દર્દીને ખુબ ફાયદો આપે છે.
3. ચમકદાર ત્વચા:
તરબૂચના બીજ મસા અને વધતી વધતી ઉંમરની કરચલીઓને દૂર કરે છે. બીજને સૂકવીને અને સાંતળીને ખાવાથી સ્કિનની અંદર અનોખી ચમક આવે છે અને ત્વચા હેલ્દી બને છે. આ સિવાય બીજમાં મળી આવતું ન્યુટ્રીએન્ટ્સ વાળ માટે ખુબ ફાયદેમંદ છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.
4. વધતી ઉંમરની બીમારીઓને કરે છે દૂર:
તરબૂચમાં મળી આવતું મેગ્નેશિયમ વધતી ઉંમરની સાથે આવતી બીમારીઓ જેવી કે હાડકા કમજોર થવા, યાદ શક્તિ ઘટવી વગેરેને અટકાવે છે. બુઢાપાના સમયે શરીરને સ્વસ્થ રાખવામાં બીજ ખુબ મદદગાર છે.
5. પુરુષ પ્રજનન ક્ષમતા:
તરબૂચના બીજમાં રહેલું ઝીંક પુરુષ પ્રજનના પ્રણાલીમાં સૌથી આવશ્યક માનવામાં આવે છે. ઝીંકનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તામાં વૃદ્ધિ થાય છે.
6. સ્વસ્થ હૃદય:
હૃદય માટે પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ યુક્ત આહારનું સેવન ખુબ જરૂરી છે. તે ઉચ્ચ રક્તચાપને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. પોષક તત્વોથી ભરપૂર આ બીજ હૃદયને લગતી સમસ્યાઓથી બચાવ કરે છે. તમે તરબૂચના બીજની ચા બનાવીને પણ પી શકો છો, અને પોષક તત્વો મેળવી શકો છો.