ગરમીના દિવસોમાં દરેક જગ્યાએ તરબૂચ જોવા મળે છે.આ ફળ ગરમીમાં તમારી તરસ છીપાવવાની સાથે સાથે તમને ઠંડક પણ આપે છે.આ મીઠા ફળને ખાઈને તાજગીનો અનુભવ થાય છે. તેના સિવાય તે બોડી ફેટને ઓછું કરવામાં પણ મદદ કરે છે પણ મોટા ભાગે લોકો તરબૂચને ખાવાના સમયે તેના બીજને ફેંકી દેતા હોય છે.પણ શું તમે જાણો છો કે તરબૂચના બીજ તમારા શરીર માટે ખુબ જ ફાયદેમંદ હોય છે.આવો તો જાણીએ તરબૂચના બી ને ખાવાથી તમારા શરીરમાં કેવા કેવા બદલાવ આવે છે.
1.વજન ઓછું કરવા માટે તરબૂચના બી એકદમ બેસ્ટ માનવામાં આવે છે. વજન ઓછું કરવા માટે તમે આ બી ને ક્રસ કરીને દૂધ કે પાણીની સાથે ખાઈ શકો છો.

2.શરીરમાં થનારી મેગ્નેશિયમની ખામી માટે તરબૂચના બી ખાવા જોઈએ, તરબૂચના બી મેગ્નેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

3.તરબૂચના બી ખાવાથી વાળ મજબૂત બને છે અને અને તેની સાઈઝને પણ વધારે છે.મેગ્નેશિયમ વાળના મૂળને મજબૂત બનાવે છે અને લાઈકોપીન નામનું તત્વ વાળમાં ચમક લાવે છે અને ખોળા(ડેન્ડ્રફ)ની સમસ્યાને પણ દૂર કરે છે.
4.રિસર્ચ અનુસાર તરબૂચના બી માં રહેલું એન્ટીઓક્સીડેન્ટ કેન્સર અને હૃદયની બીમારીનું જોખમ અનેક ગણું ઓછું કરી નાખે છે.

5.તરબૂચના બી મગજને તેજ કરે છે અને યાદશક્તિને વધારે છે. તરબૂચના બી વધતી ઉંમરમાં ભૂલવાંની સમસ્યામાં સુધાર લાવે છે.તેમાં રહેલું ગ્લુટામિયાન એમિનો એસિડ મૂડને ઠીક કરે છે અને માઈન્ડને એલર્ટ કરે છે.તરબૂચના બી માં 20 માના 18 એમિનો એસિડ હોય છે જેની શરીરને પ્રોટીન બનાવવા માટે જરૂર પડે છે.
6.તરબૂચના બી માં ઝીંક અને મેન્ગેનીઝ હોય છે, જે પુરુષના શુક્રાણુઓની ક્વોલિટી વધારે છે.આ બી મા મળી આવતું Lycopene તત્વ પણ પુરુષોની યૌન ક્ષમતા, પૌરુષત્વ અને શૂક્રાણુંઓની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

7.સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ માટે ઝીંકની જરૂર પડે છે, અને તે શરીરમાં કેન્સરથી બચવામાં મદદરૂપ છે, ઝીંક હોર્મોન્સને બેલેન્સ કરે છે, અને મહિલાઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઉત્પાદન માટે પણ ખુબ જરૂરી છે. તરબૂચના બી ઝીંકની સારો સ્ત્રોત માનવામાં આવે છે.
8.તરબૂચના બી ને ખાવાથી સ્કિન અંદરથી સાફ થાય છે. જેને લીધે સ્કિનમાં ચમક આવે છે અને ખીલ-મસા ઓછા થઇ જાય છે.

9.ડાયાબિટીસના દર્દીઓને 1 મુઠ્ઠી તરબૂચના બી 1 લીટર પાણીમાં નાખીને 15 મિનિટ સુધી ઉકાળવા જોઈએ.ડાયાબિટીસના ઉપચારમાં આ પાણીને રોજ ચા ની જેમ પીવાથી લાભ થાય છે.આ સિવાય બી શરીરમાં આવેલી બીમારી પછીની નબળાઈ કે કમજોરીને દૂર કરવામાં પણ ખુબ જ અસરકારક છે.
10.તરબૂચના બી માં રહેલું કોપર પણ વાળ અને ત્વચામાં ચમક લાવે છે.

11.તરબૂચના બી વિટામિન્સ જેવા કે નિયાસિન,ફોલેટ,પેન્ટોથેનીક એસિડ,થીયાસીન અને રાઇબોફ્લેવિનથી પણ ભરપૂર હોય છે. હેલ્દી સ્કિન અને મસલ્સ ટીશ્યુ માટે નિયાસિન ખુબ જ જરૂરી છે, અને તે માનસિક તીક્ષ્ણતાને વધારે છે અને ફેટ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના પાચનમાં મદદ કરે છે.પ્રેગ્નેન્સીના દરમિયાન ફોલેટની જરૂર પડે છે તેના માટે તરબૂચના બી સારો સ્ત્રોત માનવામાં આવે છે.
12.તરબૂચના બીજ માં ઓમેગા-3 અને ઓમેગા-6 જેવા આવશ્યક ફેટી એસિડ હોય છે જે અર્થરાઈટ્સ જેવી સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે.

કેવી રીતે ખાવા તરબૂચના બી?:
તરબૂચના બી ના ફાયદા મેળવવા માટે તેને નિયમિત રીતે ખાવા જોઈએ.તરબૂચના બી સીધા જ કાચા પણ ખાઈ શકો છો. આ સિવાય તમે તેને ઉકાળીને, કે પછી અંકુરિત કરીને કે પછી સલાડમાં નાખીને પણ ખાઈ શકો છો. તરબૂચના બી બજારમાં પણ આસાનીથી મળી જાય છે. બજારમાં મળતા તરબૂચના બી માંથી ઉપરની છાલ દૂર કરી નાખવામાં આવે છે, માટે તે સફેદ રંગના હોય છે.તમે તરબૂચના બી નું સેવન દૂધ કે પાણી સાથે પણ કરી શકો છો.