ખબર

ATMથી પૈસા કાઢતા પહેલા આ વિડીયો જોઈ લો, નહિ તો એકાઉન્ટ ખાલી થઇ જશે

એટીએમ પર છેતરપિંડીનો ભોગ કોઈ પણ બની શકે છે. હાલમાં જ એટીએમ સાથે છેડછાડનો એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. આ કિસ્સો નવી દિલ્હીના એક વિસ્તારમાં આવેલા કેનરા બેન્કના એટીએમનો હતો, જેની સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હતી. એવો આરોપ હતો કે એટીએમ મશીનની અંદર કેમેરો, અને મેમોરીકાર્ડ લાગેલું હતું, જે યુઝર્સના ડેબિટકાર્ડનો ડેટા ચોરી કરી લેતું હતું.

Image Source

પેટીએમના માલિક વિજય શેખરે આ મામલા સાથે જોડાયેલો એક વિડીયો પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો, અને સાથે લખ્યું હતું, ‘જયારે પણ એટીએમ વાપરો ત્યારે તમે આ વસ્તુઓને જરૂર ચેક કરી લો. આ પણ જુઓ કે કેટલા પાતળા અને ઉચ્ચ ક્ષમતાવાળા કેમેરા, મેમરી કાર્ડ, પ્રોસેર્સસે સમસ્યાઓ પેદા કરી દીધી છે.’

પેટીએમના માલિક વિજય શેખરે જે વિડીયો શેર કર્યો હતો એ વીડિયોને રોઝી નામની ટ્વીટર યૂઝરે પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એટીએમની બહાર એક વ્યક્તિ હતો, જે ફરિયાદ કરી રહ્યો હતો કે એટીએમની પ્લેટમાં કેમેરા લાગ્યો છે. અને પછી એ એટીએમની અંદર જઈને એને કાઢવાની વાત કરવા લાગ્યો. એ પછી તેને કેમેરાવાળી પ્લેટ ખેંચીને બહાર કાઢી અને જણાવ્યું આ ક્યાં લાગેલી હોય છે અને આ રીતે આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય છે.

આ પછી આ વિડીયો વાયરલ થતા કેનરા બેંકે જણાવ્યું કે તેમને તાત્કાલિક આ એટીએમથી સ્કિમર હટાવી દીધું છે અને એમાં કોઈનો પણ ડેટા નથી. આ પછી બેંકે એમ પણ જણાવ્યું કે એટીએમમાં ગ્રાહકોની સિક્યોરિટી માટે એક દિવસમાં 10000થી વધુ રૂપિયા કાઢવા માટે વન ટાઈમ પાસવર્ડ જરૂરી કરી દેવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks