હેલ્થ

સાવધાન, શું તમારું બાળક પણ આ પોઝિશનમાં બેસે છે? તો થઇ શકે ભારે નુકશાન

આજના જમાનામાં બાળકોની દેખભાળ કરવીએ ભારે મુશ્કેલી ભર્યું કામ છે. આજે માતાપિતાએ બાળકની દરેક વાતનો ખ્યાલ રાખવો પડતો હોય છે. બાળકને સમજાવવું પડે છે બાળક કંઈ પણ બોલવા માટે સક્ષમ નથી હોતું તો કયારેક તે એવી પરિસ્થિતિમાં હોય છે કે તેને શું બોલવું કે શું કરવું તે ખુદને જ ખબર નથી હોતી.

ઘણી વાર બાળક એવી-એવી વસ્તુ કરી લેતું હોય છે જેનાથી ખુદ માતાપિતા પણ અંજાન હોય છે. આ કારણે ઘણી વાર ખરાબ અસર બાળક પર થાય છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ-તેમ તેનો શારીરિક અને માનસિક વિકાસ વધતો જાય છે. ઘણી વાર બાળક એવી હરકત કરતું હોય છે જે માતાપિતા નજરે અંદાજ કરી જતા હોય છે પરંતુ લાંબાગાળે તે નુકસાન પહોંચાડે છે.

Image Source

W સિટિંવ પોઝિશન 

બાળક ઘણી વાર પગ વાળીને બેસ્ટ હોય છે. જેના પગ ડબ્લ્યુ આકારમાં રહેલા હોય છે. ઘણી વાર આપણે બાળકોને આ રીતે બેસેલા જોતા હોય છે. પરંતુ બાળકની બેસવાની આ પોઝિશનને નજર અંદાજ કરતા હોય છે. પરંતુ લાંબા ગળે બાળકની બેસવાની આ સ્ટાઇલ ખતરનાક સાબિત થાય છે.

W સીટિંગ પોઝિશનમાં બેસવાથી બાળક પર તેની ખતરનાક અસર પડે છે. આ રીતે બેસવાથી બાળકને હિપ્સ, ઘૂંટણ અને એડીઓ વવધુ જોર પડે છે તેની ખરાબ અસર થાય છે. આ સિવાય જે બાળક આવી રીતે બેસે છે તેને કરોડરજ્જુની બીમારી થવાની સંભાવના વધી જાય છે. કહેવામાં આવે છે કે, આ રીતે જે બાળકો બેસતા હોય તેને લાંબાગાળે હાડકાંની બીમારીનો સામનો પણ કરવો પડે છે.આ રીતે બેસવાથી નાની ઉંમરમાં જ ઘૂંટણ અને બીજી જગ્યા પર દર્દ થવા લાગે છે.

Image Source

જે બાળક આ રીતે વારંવાર બેસ્ટ હોય તે બાળકને લાંબાગાળે કરોડરજ્જુની ગંભીર સમસ્યા થઇ શકે છે. આ સાથે જ આ રીતે બેસેલા બાળકોને હાડકાની સમસ્યાનો શિકાર પણ થાય છે.

જે બાળક આ પોઝિસનમાં બેસતું હોય તેને બીજું કંઈ કરવાની જરૂર નથી. પરંતુ તમે બાળકને આ પોઝિશનમાં બેસેલું જોઈ જાવ તો બાળકના પગ સીધા કરી દો. માતાપિતાએએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તે તેના બાળકને આ રીતે ના બેસવા દેવા જોઈએ.

Image Source

બાળકનું આ રીતે બેસવું ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ઘણી વાર માતાપિતા બાળકને આ રીતે બેસેલું જોઈને નજર અંદાજ કરતા હોય છે પરંતુ આ કારણે બાળકનો પૂર્ણરૂપથી વિકાસ થતો નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.