ફિલ્મી દુનિયા

અંમિત સંસ્કારમાંથી આવીને વિવેક ઑબેરૉયે કહ્યું કે- લાડલા ભાઈ સુશાંતની બહેન રોતા રોતા..

કોરોના મહામારીને લીધે અભિનેતા સુશાંત સિંહના અંતિમ સંસ્કારમાં ખુબ જ ઓછા લોકો શામિલ થઇ શક્યા હતા, જેમાના એક અભિનેતા વિવેક ઓબેરૉય પણ હતા હતા. અંતિમ સંસ્કારમાંથી પરત ફરીને વિવેકે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી હતી.

Image Source

વિવેક ઓબેરોયે પોતાની પોસ્ટમા લખ્યું કે,જ્યારે આજે તેના પિતા મુખાગ્નિ આપી રહયા હતા ત્યારે તેની આંખોમાં જે દર્દ હતું તે જીલવી શકાય તેમ ન હતું. તેની બહેન રોતા રોતાં પોતાના ભાઈને પાછો માંગી રહી હતી. હું કહી નથી શક્તો કે તે કેટલું નિરાશાજનક હતું”.

Image Source

વિવેકે આગળ કહ્યું કે,”મેં પણ દર્દનો સમય જોયો છે. તે ખુબ જ એકલાપણાથી ભરેલો હોય છે. પણ આત્મહત્યા કોઈપણ સમસ્યાનું નિવારણ નથી. કાશ તે પોતાના પરિવાર, મિત્રો અને લાખો ચાહકો જે તેના નિધનનું શોક મનાવી રહયા છે તેના વિશે વિચાર કરતો”.

Image Source

વિવેકે આગળ લખ્યું કે,”તેને ત્યારે અહેસાસ થતો કે લોકો તેનું કેટલું ધ્યાન રાખે છે. મને અપેક્ષા છે કે ઇન્ડસ્ટ્રી પોતાને એક પરિવાર માને છે, ખુબ ગંભીરતાથી પોતાની અંદર જાંકીને જોવે. આપણે એક પોતાની સુધારણા માટે બદલવાનું રહશે”.


“આપણે પીઠ પાછળ એકબીજાની બુરાઈ ઓછી અને ધ્યાન વધારે રાખવાનું રહેશે. ઓછું ઘમંડ અને જે ટેલેંટેડ છે તેનું સન્માન કરવું જોઈએ. ત્યારે જ આ પરિવાર સાચી રીતે એક પરિવાર ગણી શકાશે. જ્યા એક ટેલેન્ટને બઢાવો અને સાચી દિશા મળે ન કે તેનું અપમાન કરવામાં આવે’.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.