દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

વિશ્વાસઘાત…જિંદગીની આ ભાગમભાગમાં આવું પણ બને છે કે પોતાના નજીકના માનેલા કોઈ સ્વાર્થમાં સપડાઈ વિશ્વાસ કરનાર વ્યક્તિની પીઠમાં ઘા કરે છે…

વિશ્વાસઘાત…

“જેને કર્યો હો ભરોસો, એનો ન કરીએ વિશ્વાસઘાત.
અંતર ના અંતરની નહિતર, લાંબી થઈ જશે રાત…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

image source : unsplash.com

રાત્રીના આઠેક વાગ્યે અનિલ ના ફોનની ઘંટડી રણકી. ફોન ઉઠાવતા સામેથી પોતાના કાકા નો અવાજ સાંભળતા અનિલે કહ્યું…
“બોલો કાકા, કેમ અત્યારે ફોન કર્યો ? બોલો શુ કામ પડ્યું મારું ?”
અને સામે છેડેથી અનિલના કાકાનો અવાજ આવ્યો. ફોનમાં એના કાકાનો આજનો અવાજ એમની જે વાત કરવાની ઢબ હતી એનાથી તદ્દન વિપરીત હતો. અવાજ જાણે દબાતો હતો અને એમના અવાજમાં જાણે જાતે કરી ને પોતે સત્યતા સાબિત કરતા હોય એવો પ્રશ્ન હતો. અનિલને ફોનમાં જવાબ આપતા એના કાકા રમણભાઈ બોલ્યા…

“અનિલ, તારા પપ્પાની હિસાબ ની ડાયરીઓ તે સરખી રીતે ચેક કરી હતી ને ? એમાં કોઈ નો પૈસાનો વહીવટ બાકી હોય એવું તારા ધ્યાને આવ્યું હતું ?”

image source : televelocity.com

અનિલે સામે જવાબ આપતા જણાવ્યું કે…”કાકા, મારા પપ્પાના સ્વર્ગવાસ પછી આપણે બંને એ જોડે રહીને જ મારા પપ્પાની ડાયરીઓ ચેક કરી હતી ને !!! એમાતો કોઈ એવો વહીવટ ધ્યાનમાં ક્યાં આવ્યો હતો !!! પણ કેમ શુ થયું ? આમ અચાનક આવો પ્રશ્ન કેમ કરી રહ્યા છો ?”
અને રમણભાઈ દબાતા અવાજે બોલ્યા… “આતો તને હું એટલા માટે પૂછું છું કે નરોત્તમશેઠ મને કાલે મળ્યા હતા. એ કહેતા હતા કે તમારા મોટા ભાઈનો એક પચાસ હજાર નો વહીવટ બાકી રહી ગયો છે. બેટા, કદાચ તારા પપ્પા બીમાર પડ્યા અને ડાયરીમાં લખવાનું રહી ગયું હોય એવું પણ બને. કારણ નરોત્તમશેઠ ખોટું બોલે એવું મને લાગતું નથી…”
અનિલે પોતાના કાકા ની વાતમાં પૂર્ણ વિશ્વાસ દાખવતા કાકાને કહ્યું કે… “કાંઈ વાંધો નઈ કાકા. તમે કહો છો એટલે અને તમને શેઠ પર વિશ્વાસ છે એ મુજબ શેઠના પચાસ હજાર રૂપિયા હું ચૂકવી દઈશ. પૈસા ચૂકવવા તમે પણ મારી સાથે આવજો…”

આટલું કહી અને અનિલે ફોન મુક્યો. ફોન મુકતા ની સાથે એ એના પિતાજીની હિસાબની ડાયરીઓ ફરી વાર ફંફોસવા લાગ્યો. પણ બીજી ત્રીજી વારના પ્રયત્ન છતાં ક્યાંય એને પચાસ હજારની એન્ટ્રી જોવા ન મળી. છતાં એના કાકા એ પૈસાની વાત કરી હતી માટે હવે શેઠ ને પૈસા ચૂકવી જ દેવા એવું એને મનોમન નક્કી કર્યું…

વાત એમ હતી કે અનિલ ના પપ્પા કપાસનો નાનકડો ધંધો કરતા હતા અને ધંધામાં પૈસાની જ્યારે જરુંર પડતી ત્યારે બાજુના ગામના નરોત્તમશેઠ પાસેથી એ વ્યાજે રૂપિયા લાવતા અને વળી ચૂકવી પણ દેતા. શેઠ અને અનિલના પપ્પાનો સંબંધ અને વ્યવહાર ઘણા વર્ષોનો જૂનો હતો. હિસાબના પાકા એવા અનિલના પપ્પા નાનામાં નાની રૂપિયાની લેવડ દેવડ ની નોંધ એમની ડાયરીમાં કરી લેતા.

image source : demokraticfront.com

આ પચાસ હજારની એન્ટ્રી અનિલના પપ્પાની ડાયરીમાં ક્યાંય હતી નહિ તેમ છતાં અનિલે એવું માન્યું કે કદાચ એના પપ્પા બીમાર પડ્યા એટલે કદાચ નોંધ કરવાનું રહી ગયું હોય. અને એટલા માટે જ એને શેઠના પૈસા એના કાકા રમણભાઈ ને સાથે લઈ જઈ ચૂકવી દેવાનું નક્કી કર્યું હતું. અનિલની મમ્મી કવિતાબેન ને આ વાતની જાણ થઈ ત્યારે એમને પણ પોતાના મૃતક પતિની હિસાબ બાબતની ચોકસાઈ ની સાક્ષી પૂરતા દીકરા અનિલ ને કહ્યું કે…

“અનિલ, હું તારા પપ્પાને સારી રીતે ઓળખતી હતી. એ કદાચ બીજી બાબત ભૂલી જાય પણ પૈસાની લેવડ દેવડ ની નોંધ કરવાનું કોઈ કાળે ભૂલે એવા ન હતા. અને બહારથી લાવેલા રૂપિયા કે કોઈની પાસે લેવાના થતા રૂપિયાની એક એક વાત એ મને કરતા. એમાં ક્યાંય નરોત્તમ શેઠ ને આપવાના થતા રૂપિયાની વાત એમને મને કહી જ નથી. એનો સીધો મતલબ એ થાય કે આપણો શેઠ સાથે કોઈ વ્યવહાર બાકી છે જ નહીં…”

અનિલે પણ પોતાની મમ્મી ને કહ્યું કે… “હા, મમ્મી મને પણ એમજ લાગે છે કે કદાચ શેઠ ની ભૂલ થતી હશે. પણ બીજી તરફ મારા કાકા કહે છે કે શેઠ કોઈ દિવસ ખોટું ન બોલે એટલે આપણે હવે શેઠના પૈસા ચૂકવ્યે જ છૂટકો…”

અને અનિલની મમ્મી એ પણ જીવ બાળતા બાળતા અનિલની વાત ને સંમતિ આપી.

image source : imimg.com

ત્રણ ચાર દિવસ પછી અનિલ અને એના કાકા રમણભાઈ બાઇક લઈ બાજુના ગામ નરોત્તમ શેઠ ના ઘેર એમના પચાસ હજાર રૂપિયા આપવા ગયા. અનિલે પોતાના ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયા નું બંડલ શેઠના હાથમાં મુકતા કહ્યું કે…
“શેઠ, મારા પપ્પાની બધી ડાયરીઓ મેં ફેંદી જોઈ. એમાં ક્યાંય આ પચાસ હજાર રૂપિયાનો ઉલ્લેખ સુદ્ધાં નથી. પણ તેમ છતાં તમે કહો છો અને પિતા સમાન મારા કાકા પણ તમારી સચ્ચાઈની સાક્ષી પૂરે છે તો લો લઈલો આ રૂપિયા અને અમારો હિસાબ પૂરો કરો…”

પોતાની સચ્ચાઈ ની દુહાઈ આપતા અને પચાસ હજાર રૂપિયા હાથમાં લેતા નરોત્તમ શેઠે અનિલ ને કહ્યું…

“હા, અનિલ તારા પપ્પા હિસાબ ના ખૂબ પાકા હતા. એ ભૂલે એવા ન હતા પણ દીકરા એક મહિનાની લાંબી માંદગીના ખાટલના કારણે એ આ રૂપિયાની નોંધ કરવાનું ભૂલી ગયા હશે…”

શેઠની આ વાતમાં અનિલના કાકા રમણભાઈ એ પણ સમર્થન આપ્યું.

શેઠના પૈસા ચૂકવી અનિલ અને એના કાકા ઘેર પરત ફર્યા. અનિલના પપ્પાના મૃત્યુને હવે એક માસ વીતી ચુક્યો હતો. સમય પ્રમાણે બધું ગોઠવાતું જતું હતું. દરેક જણ હવે પોત પોતાના કામમાં પરોવાતે જતા હતા. એક દિવસ કોઈ કામ અર્થે અનિલ ને એના કાકાના ઘેર જવાનું થયું.

image source : dailypakistan.com

અનિલે, પોતાના ઘરનું બારણું સહેજ આડુ કરી એના કાકા રમણભાઈ ને કોઈ સાથે ફોનમાં ઉગ્ર અવાજે વાતો કરતા સાંભળ્યા. રમણભાઈ ને ખ્યાલ ન હતો કે અનિલ આવ્યો છે. કાકા ને ઉગ્ર શ્વરે વાતો કરતા સાંભળી અનિલ બહાર જ રોકાઈ ગયો. ફોનમાં એના કાકા નો વાર્તાલાપ કાંઈક આવો હતો કે…
“જુવો શેઠ, આપણી એ દિવસે ચોખ્ખી વાત થઈ હતી કે ચાલીશ મને આપી દેવાના અને દસ તમારે રાખવાના. અને આજે તમે તમારી વાત થી પલટી મારી રહ્યા છો. તમને ખબર નહિ હોય પણ મારા કહેવાથી જ અનિલ તમને પચાસ હજાર આપવા તૈયાર થયો હતો. એને મારા વિશ્વાસે જ સામે પગલે તમને રૂપિયા આપવા આવવાનો નિર્ણય કર્યો હતો. એટલે ભલા થઈ અને આપણે અનિલ જોડે થી જે પચાસ પડાવ્યા છે એમાંથી મને ચાલીસ આપી દે જો…”
આટલી વાત કરી રમણભાઈ એ ફોન મુક્યો. એ હજી ઘરમાજ હતા. એમને હજી એ ખબર ન હતી કે અનિલે એમની બધી વાત સાંભળી લીધી છે. એમના જુઠ નો પરદાફાસ થઈ ગયો…

અનિલ હજી રમણભાઈ ના ઘેર ઉભો હતો. રમણભાઈ નરોત્તમ શેઠ જોડે ફોનમાં વાત કરી ઘરની બહાર નીકળ્યા અને સામે અનિલ ને જોયો. અનિલ ને જોતાજ એમના મનમાં સૌથી પહેલો પ્રશ્ન થયો કે… શુ અનિલે એમની વાત સાંભળી લીધી હશે. અને જો સાંભળી હશે તો હવે અનિલ ની શુ પ્રતિક્રિયા હશે ???

અનિલ હવે એમના વિશે શું વિચારશે ??? અનિલ ની નજરમાં હવે એમનું શુ સ્થાન રહેવા પામશે ???

અનિલ પણ ગુસ્સાથી નહિ પરંતુ કાકા ને હવે શું કહેવું એ વિચારે રમણભાઈ સામે જોઇજ રહ્યો. એની આંખોમાં કાકા વિશે ગુસ્સો નહિ પણ આંખોમાં એક કરરાટી નો ભાવ હતો…

જે કાકા ને એ પોતાના પિતા સમાન ગણતો રહ્યો એમની સામે આંખોમાં આંસુ લાવી બોલ્યો…

image source : tosshub.com

“કાકા, મારા પિતાજીના મૃત્યુ બાદ મેં તમને જ મારા પિતા સમાન સમજ્યા છે. મેં મારા મૃતક પિતાની ભૂલ , હકીકતમાં જે હતી નહિ તેમ છતાં મેં એમની લખવામાં ભૂલ થઈ હશે એવું માની લીધું અને એ પણ માત્ર તમારા પર વિશ્વાસ રાખીને…
તમારી પર મૂકેલ વિશ્વાસનો તમે આ બદલો આપ્યો ?
અરે તમારે પૈસાની જરૂર હતી તો સામે થી મને કહ્યું હોત તો હું કાંઈક વ્યવસ્થા કરી આપોત પણ આમ મારી પીઠ માં છુરી ભોંકવાનું આવું નીચ કાર્ય તમેં કર્યું ?

હું તો હજી માની શકતો નથી કે મારા કાકા મારી સાથે વિશ્વાસઘાત કરે !!!”

image source : dailyhunt

અનિલ ના એક એક શબ્દ બાણ જાણે રમણભાઈ ને છંની કરી રહ્યા હતા. અનિલની વાત અને ઠપકો સાંભળ્યા સિવાય એમની પાસે કોઈ રસ્તો ન હતો. અનિલ ને જવાબ આપવા માટે એમની પાસે કોઈ શબ્દો ન હતા. અનિલ ની એક એક વાત સાચી હતી. અનિલ ની વાત સાંભળી રમણભાઈ ને પણ હૃદયથી એ અહેસાસ થઈ આવ્યો કે પોતે ખોટું કર્યું છે… અંતે ખૂબ હિંમત એકઠી કરી રમણભાઈ એ પોતાની ભૂલ અનિલ સામે સ્વીકારી અને અનિલ ને વચન આપ્યું કે…
“દીકરા, તારા પૈસા હું શેઠ પાસેથી પાછા લાવી તારા હાથમાં મુકીશ. હું મોટો છું છતાં દીકરા બે હાથ જોડી તારી માફી માંગુ છું…”

…અને અનિલ રડતા પોતાના કાકા ને ભેટી પડ્યો. બંનેની આંખો જ નહીં, અંતર પણ રડતા હતા. કાકાની આંખમાં પસ્તાવાના આંસુ હતા તો ભત્રીજાની આંખમાં પોતાને પિતા સમાન કાકા ફરી પાછા મળ્યા એની ખુશીના આંસુ હતા…

● POINT :- જિંદગીની આ ભાગમભાગમાં આવું પણ બને છે કે પોતાના નજીકના માનેલા કોઈ સ્વાર્થમાં સપડાઈ વિશ્વાસ કરનાર વ્યક્તિની પીઠમાં ઘા કરે છે. પણ…
સાચી વાત નું જ્ઞાન અને ભાન થતા ભીતરના સાચા પસ્તાવાથી કદાચ એ સંબંધ પાછો પણ મળે ખરો…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks