પત્ની અનુષ્કા શર્માનું ગાઉન સરખું કરવા માટે પતિ વિરાટ કોહલી પણ ઝૂકી ગયો, વાયરલ વીડિયોને જોઈને ચાહકો પણ થયા અભિભૂત… જુઓ
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કપ્તાન અને વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી તેની રમતને લઈને સતત ચર્ચામાં રહે છે. વિરાટ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે યોજાયેલી ટેસ્ટ અને વનડે શ્રેણીનો પણ ભાગ હતો. ત્યારે વિરાટ તેની રમત ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. વિરાટનું ફેન ફોલોઇંગ ભારતમાં જ નહિ દુનિયાભરમાં છે અને કરોડો લોકો વિરાટને પ્રેમ કરે છે.
ત્યારે વિરાટની જેમ જ તેની પત્ની અનુષ્કા શર્મા પણ સતત ચર્ચામાં રહે છે. ફિલ્મોની સાથે અનુષ્કા શર્મા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્માની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. આ દરમિયાન અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે ઇવેન્ટમાં જોવા મળી હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અનુષ્કા શર્મા એકદમ અલગ ડ્રેસમાં જોવા મળી રહી છે. અનુષ્કા શર્માની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આ તસવીરમાં વિરાટ કોહલી સૂટ-બૂટમાં જોવા મળી રહ્યો છે.
તસવીરોમાં વિરાટ કોહલી ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. વિરાટ અને અનુષ્કા શર્મા એક સાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. આ તસવીરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાથ જોડીને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. અનુષ્કા શર્મા અને વિરાટની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
વિરાટ અને અનુષ્કાની તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે અનુષ્કા રેડ કાર્પેટ પરથી જેવી ચાલવા લાગે છે ત્યારે વિરાટ પત્ની અનુષ્કાનું ગાઉન સાચવવા માટે નીચે ઝૂકી જાય છે. ત્યારે વિરાટ દ્વારા કરવામાં આવેલું આ કામ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે અને ચાહકો કિંગ કોહલીની પ્રસંશા કરી રહ્યા છે.
સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા રેડ કાર્પેટ પર આવે છે ત્યારે વિરાટ કોહલી પત્નીનું ગાઉન સંભાળવા માટે નીચે ઝૂકી જાય છે. વિરાટ કોહલીનું આ જેશ્ચર સો.મીડિયા યુઝર્સને ઘણું જ પસંદ આવ્યું અને સો.મીડિયા યુઝર્સે તેના ભરપેટ વખાણ કર્યા હતા.
View this post on Instagram
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે સ્પોર્ટ્સ બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે જે દીકરી વામિકાના જન્મ પછી તેનો પહેલો પ્રોજેક્ટ હશે. આ ફિલ્મ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કાએ ફિલ્મનું શૂટિંગ કોલકાતા અને યુકે સહિત અલગ-અલગ જગ્યાએ કર્યું હતું. અભિનેત્રીએ તેના ભાઈ કર્ણેશ શર્મા દ્વારા નિર્મિત નેટફ્લિક્સ ફિલ્મ ‘કાલા’માં કેમિયો રોલ કર્યો હતો.