ગળામાં રૂદ્રાક્ષની માળા, માથા પર ચંદન…કંઇક આવા અંદાજમાં પત્ની અનુષ્કા સાથે મહાકાલ દર્શન માટે પહોંચ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કર્યા મહાકાલના દર્શન, ભસ્મ આરતીમાં થયા સામેલ- જુઓ તસવીરો અને વીડિયો

ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇન્દોર ટેસ્ટ મેચમાં 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે કારણે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવાની ઉમ્મીદને થોડો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે ભારતીય ટીમ પાસે 9 માર્ચે થનારી અમદાવાદ ટેસ્ટ મેચ જીતી ફાઇનલમાં પહોંચવાનો મોકો મળશે. ત્રીજા ટેસ્ટમાં હાર બાદ ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો.

આ દરમિયાન વિરૂષ્કાએ શનિવારે એટલે કે 4 માર્ચે સવારે મહાકાલના દરબારમાં હાજરી લગાવી. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો. આ દરમિયાનનો વીડિયો અને તસવીરો પણ સામે આવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કોહલી આ તસવીરોમાં ગળામાં રૂદ્રાક્ષની માળા અને પારંપારિક ધોતી પહેરેલો જોવા મળી રહ્યો છે અને તેણે કપાળ પર ચંદનનો લેપ પણ લગાવ્યો છે.

આ ઉપરાંત અનુષ્કા શર્મા સાડીમાં જોવા મળી રહી છે. દર્શન બાદ વિરાટે મીડિયાને જય મહાકાલ કહ્યું. અનુષ્કાએ કહ્યું કે ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવીને ખૂબ જ સારું લાગ્યું. વિરાટ-અનુષ્કા દોઢ કલાક સુધી નંદી હોલમાં બેઠા હતા. આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયમાં અને આ વર્ષે વિરાટ અને અનુષ્કાએ ઘણા ધાર્મિક સંસ્થાનોની મુલાકાત લીધી છે.

નવા વર્ષમાં જાન્યુઆરીમાં તેઓ વૃંદાવન ગયા હતા. બંને વૃંદાવનમાં બાબા નીમ કરોલીના આશ્રમ પહોંચ્યા હતા. અનુષ્કાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અનુષ્કા અને વિરાટની સાથે તેમની પુત્રી વામિકા પણ આ દરમિયાન જોવા મળી હતી. જેની ઘણી તસવીરો પણ કપલે ઇન્સ્ટા પર શેર કરી હતી. જો કે, તે તસવીરોમાં પણ હંમેશની જેમ વામિકાનો ચહેરો જોવા નહોતો મળ્યો.જો કે, તે દરમિયાન વામિકાના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં તેનો ચહેરો સ્પષ્ટ જોવા મળ્યો હતો અને લોકોએ તેની માસૂમિયત અને ક્યુટનેસના ભરપુર વખાણ પણ કર્યા હતા.

વિરૂષ્કા વૃંદાવનમાં બે દિવસ રોકાયા હતા અને ત્યારબાદ તેઓ આનંદમાઈ આશ્રમ પહોંચ્યા, જ્યાં તેઓ સંતોને મળ્યા હતા.ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે રવિવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. અહીં બંનેએ ભસ્મ આરતીમાં ભાગ લઈને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. બંને ગયા મહિને જ લગ્નના બંધનમાં બંધાયા છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ તેની પત્ની મેહા સાથે મહાકાલ મંદિર પહોંચ્યો હતો.

બંનેએ સોમવારે વહેલી સવારે થયેલી ભસ્મ આરતીમાં હાજરી આપી હતી. ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા. બંનેએ ગયા મહિને જ જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. અક્ષર પટેલ અને મેહાએ નંદી હોલમાં સાથે બેસીને એક કલાક કરતાં વધુ સમય પસાર કર્યો હતો. ભસ્મ આરતી બાદ બંનેએ ગર્ભગૃહમાં જઈને પૂજા અને અભિષેક કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina