સાનિયા મિર્ઝાની રિટાયરમેન્ટ પાર્ટી ! અનેક હસ્તિઓએ પાર્ટીમાં હાજરી આપી સાંજને બનાવી રંગીન, મહેશબાબુ, ઇરફાન પઠાન, રહેમાન સહિત અનેકે જમાવ્યો રંગ

સાનિયા મિર્ઝાની પાર્ટીમાં ઉમટી પડ્યા મહેશ બાબુ અને નમ્રતા, ઇરફાન પઠાન, રહેમાન, સાદગી જોઇ દિલ હારી બેઠા ચાહકો- જુઓ ફોટા

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ રવિવારે હૈદરાબાદમાં પોતાના કરિયરને ફાઇનલ ગુડબાય કહ્યુ. દિવસ દરમિયાન તે કોર્ટ પર પ્રદર્શન મેચ રમી અને રાત્રે તેણે ફાઈવ સ્ટાર હોટેલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં ભાગ લેવા ઘણા મોટા કલાકારો, ક્રિકેટરો અને ખેલાડીઓ આવ્યા હતા પરંતુ સાનિયાનો પતિ શોએબ મલિક દેખાયો નહોતો. પાર્ટીમાં સાનિયા મિર્ઝાનો પુત્ર ઇઝહાન અને માતા-પિતા સાથે હતા.

જ્યારે સાનિયાની નાની બહેન અનમ મિર્ઝા પમ તેના પતિ અસદ અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે અહીં પહોંચી હતી. અઝહરુદ્દીન અનમ મિર્ઝાના સસરા છે. સાનિયાએ આખા પરિવાર સાથે તસવીરો માટે પોઝ આપ્યો હતો પણ આ દરમિયાન તેના પતિ શોએબ મલિકની ગેરહાજરીથી ચાહકોને થોડું આશ્ચર્ય થયું હતું. શોએબ દિવસ દરમિયાન ફેરવેલ મેચમાં પણ જોવા મળ્યો ન હતો.

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ તેના પતિ અને સાથી ખેલાડી પરુપલ્લી કશ્યપ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સાયના પિંક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પાર્ટીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ પણ પત્ની અને બાળકો સાથે જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ફેરવેલ મેચ જોવા આવેલા યુવરાજ સિંહે પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી, જે ખાસ કરીને આ પ્રસંગ માટે હૈદરાબાદ પહોંચ્યો હતો.

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન પણ સાનિયાની રિટાયરમેન્ટ પાર્ટીમાં પહોંચ્યા હતા. તેમણે પાર્ટીની અંદર ઘણી સેલ્ફી લીધી અને સોશિયલ મીડિયા પર શેર પણ કરી. સાઉથ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબુ પણ પત્ની નમ્રતા શિરોડકર સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. બંને બ્લેક રંગમાં ટ્વિન કરતા જોવા મળ્યા હતા. નમ્રતાએ સુંદર બ્લેક ગાઉન પહેર્યું હતું, જ્યારે મહેશ બાબુ બ્લેક શર્ટમાં દેખાયા હતા.

મહેશ બાબુ અવારનવાર ચર્ચામાં રહે છે, તે એટલા લોકપ્રિય છે કે તેમની એક ઝલક પણ સમાચારની હેડલાઈન્સ બની જાય છે. તે ઘણા ઓછા પ્રસંગોએ પત્ની નમ્રતા શિરોડકર સાથે દેખાય છે. પણ જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે લાઇમલાઇટ લૂંટી લે છે. સાનિયા મિર્ઝાની પાર્ટીમાં બોલિવુડ સ્ટાર અંગદ બેદી અને તેની પત્ની નેહા ધૂપિયા ઉપરાંત હુમા કુરેશી, ફરાહ ખાન, સાજિદ ખાન પણ સામેલ થયા હતા.

જણાવી દઇએ કે, ભારતની મહાન ટેનિસ સાનિયા મિર્ઝાએ રવિવારે ખુશીના આંસુ સાથે એક ખેલાડી તરીકેની પોતાની શાનદાર યાત્રાનો અંત કર્યો. તેણે છેલ્લી મેચ તે જ જગ્યાએ રમી જ્યાંથી તેણે આ સફર શરૂ કરી હતી. સાનિયાએ આખરે લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં પ્રદર્શન મેચોમાં રમીને પોતાની શાનદાર કારકિર્દીને અલવિદા કહી દીધું. હૈદરાબાદમાં તેણે લગભગ બે દાયકા પહેલા ઐતિહાસિક ડબલ્યુટીએ સિંગલ્સ ટાઇટલ સાથે મોટા મંચ પર તેના આગમનનો સંકેત આપ્યો હતો.

આ પ્રદર્શની મેચોમાં રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને શ્રેષ્ઠ મિત્ર બેથાની માટેક-સેન્ડ્સ, ઇવાન ડોડિગ, કારા બ્લેક અને મારિયન બાર્ટોલી સામેલ હતા. કેન્દ્રીય કાનૂની મંત્રી કિરેન રિજિજુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન, યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અનન્યા બિરલા, હુમા કુરેશી, દુલકર સલમાન, પરિવાર, મિત્રો અને ચાહકો સહિત અગ્રણી હસ્તીઓ અને સાનિયા મિર્ઝા ટેનિસ એકેડમીના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો પ્રદર્શન મેચ જોવા માટે આવ્યા હતા.

36 વર્ષની સાનિયા લાલ રંગની કારમાં સ્ટેડિયમ પહોંચી હતી. બધાએ તાળીઓના ગડગડાટથી તેનું અભિવાદન કર્યું હતું. સાનિયા પોતાની વિદાયના ભાષણમાં ભાવુક થઈ ગઈ હતી. સાનિયાએ કહ્યું કે 20 વર્ષ સુધી દેશ માટે રમવું તેના માટે સૌથી મોટું સન્માન છે. છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા (ત્રણ મહિલા ડબલ્સમાં અને ત્રણ મિશ્ર ડબલ્સમાં)એ બે મિશ્રિત યુગલ પ્રદર્શની મેચ રમી અને બંને જીતી. સાનિયાએ કહ્યું, હું આનાથી વધુ સારી વિદાયની અપેક્ષા કરી શકતી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

દર્શકોનો ઉત્સાહ જોઈને સાનિયા ભાવુક થઈ ગઈ. તેણે કહ્યું, ‘મેં નહોતું વિચાર્યું કે આજે હું ભાવુક થઈશ પરંતુ આ ખુશીના આંસુ છે. મારા જીવનની ઘણી વસ્તુઓ અહીં આ સ્ટેડિયમથી શરૂ થઈ છે. લાંબી સફર રહી, મેં શરૂઆત કરી હતી, જ્યારે કોઇએ વિચાર્યુ નહોતુ કે ટેનિસ એક ઓપ્શન છે. ભલે તે છોકરો હોય કે છોકરી, ખાસ કરીને હૈદરાબાદની એક છોકરી માટે. મારા માતા-પિતાને મારા પર વિશ્વાસ હતો, મારી બહેન અને મારા પરિવારને…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!