ભારતના ધાકડ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ હવે જીવી રહ્યા છે પોતાની મોજ મસ્તીથી ધાકડ જિંદગી, જુઓ PHOTOS

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગ દુનિયાના સૌથી પસંદગીતા ઓપનરમાં સામેલ છે, જે ક્રીઝર પર પગ મૂકતા જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરવામાં વિશ્વાસ રાખે છે. જમણા હાથનો આ બેટર પહેલા જ બોલથી બોલરોની ધોલાઇ કરવાનું શરૂ કરી દે છે. વીરૂએ પોતાના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત પાકિસ્તાન વિરૂદ્ધ વર્ષ 1999માં કરી હતી. મોહાલીમાં રમાયેલ આ મેચમાં પાકિસ્તાની ખેાડીઓએ સહેવાગનું વેલકમ ગાળોથી કર્યુ હતુ. જો કે, 5 વર્ષ બાદ સહેવાગે પાકિસ્તાની ખેલાડીઓને તેમના ઘરે જઇ મુંહતોડ જવાબ આપ્યો હતો.

વીરેન્દ્ર સહેવાગ પોતાના વનડે ડેબ્યૂમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 2 બોલમાં એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારે વીરુ ઓપનર નહોતો. મોહાલીમાં તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને શોએબ અખ્તરે LBW આઉટ કર્યો હતો. નજફગઢના નવાબે 2 વર્ષ પહેલા આરજે રૌનકના નવા શોમાં કહ્યું હતું કે જ્યારે તે બેટિંગ માટે ક્રિઝ પર આવ્યો ત્યારે લગભગ તમામ પાકિસ્તાની ખેલાડીઓએ તેને ઘેરી લીધો અને ગાળો આપીને તેનું સ્વાગત કર્યું. વીરુએ કહ્યું, ‘તે સમયે હું 20-21 વર્ષનો હતો.

જ્યારે હું બેટિંગ કરવા ગયો ત્યારે શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર અને યુસુફ યોહાના જે હવે મોહમ્મદ યુસુફ બની ગયો છે, બધાએ મને ગાળો આપીને વધાવ્યો હતો. આ રીતે દુર્વ્યવહાર કદાચ મેં પહેલા ક્યારેય સાંભળ્યો પણ ન હતો. પેપ્સી કપ હેઠળ રમાયેલી છઠ્ઠી મેચમાં ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો. ભારતીય ટીમ એક બોલ બાકી રહેતા 196 રન પર સ્ટૅક થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાને 30 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. જમણા હાથના ઓપનરે કહ્યું કે આ તેની પ્રથમ મેચ હતી. તેથી તે વધારે કરી શક્યો નહીં.

સહેવાગના કહેવા પ્રમાણે, ‘હું પંજાબને થોડું સમજું છું, તેથી થોડા સમય માટે હું વિચારી રહ્યો હતો કે તે શું કહી રહ્યો છે. પણ હું કંઈ કરી શક્યો નહિ. હું થોડો નર્વસ હતો.’ સેહવાગે કહ્યું કે તે મેચ જોવા માટે 20 થી 25 હજાર લોકો આવ્યા હતા અને તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આટલા હજાર લોકોની સામે તેને રમવાની તક મળશે. તેથી તે સમયે હું કંઈ ન કરી શક્યો પરંતુ પછી જ્યારે હું ખેલાડી બન્યો ત્યારે મેં પાકિસ્તાનના તમામ ખેલાડીઓને હાથમાં લીધા. તે ડે-નાઈટ મેચમાં ઓપનર સૌરવ ગાંગુલીએ અડધી સદી ફટકારી હતી જ્યારે રોબિન સિંહ 42 રન બનાવીને આઉટ થયો હતો.

સેહવાગે કહ્યું, ‘મેં તે ગુસ્સાનો ઉપયોગ જ્યારે અમે 2003-04માં પાકિસ્તાન ગયા હતા ત્યારે કર્યો, ત્યાં મેં 300 રન બનાવ્યા બાદ બદલામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મેં 1999નો બદલો લીધો. ત્યારબાદ સેહવાગે મુલ્તાન ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. સેહવાગે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાન સામે રમતા ત્યારે તેનું લોહી ઉકળતું હતું. એટલા માટે તે તેના કટ્ટર હરીફ સામે સારું રમ્યો હતો. આજકાલ ક્રિકેટરોની ફેન ફોલોઈંગ ખૂબ જ છે. સોશિયલ મીડિયાના યુગમાં ચાહકો માટે તેમના સુપરસ્ટાર્સને સતત ટ્રેક કરવાનું સરળ બની ગયું છે.

ખાસ કરીને, દર્શકોને હંમેશા આ ખેલાડીઓના અંગત જીવનમાં રસ હોય છે. તેઓ તેમના પ્રેમ સંબંધો અને લગ્ન વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. આમાં, ઘણા ક્રિકેટ ખેલાડીઓના લગ્ન અનોખા છે, કારણ કે તેઓએ તેમના સંબંધીઓ અથવા જાણીતા ઘરમાંથી પોતાની દુલ્હન પસંદ કરી અને વીરેન્દ્ર સહેવાગ પણ આમાંથી જ એક છે. વીરેન્દ્ર સેહવાગ માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેની પત્ની આરતી અહલાવતને પહેલીવાર મળ્યો હતો. આરતીની ફઇના લગ્ન સેહવાગના પિતરાઈ ભાઈ સાથે થયા હતા, જે મુજબ બંને પરિવાર સંબંધોમાં બંધાઈ ગયા હતા.

આરતીની મોટી બહેને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે વીરેન્દ્ર સેહવાગ અને આરતીના લગ્ન પરિવારમાં થયા. આ પ્રેમ લગ્ન હતા. અમારા ફઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેમના પિતરાઈ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન પછી વીરેન્દ્ર અને અમારા ફઇ વચ્ચે દિયર-ભાભીના સંબંધો હતા. સહેવાગ અને આરતીના લગ્ન વર્ષ 2004માં થયા હતા, તેમના લગ્નને ઘણા વર્ષઓ વીતી ચૂક્યા છે. તેઓ બે બાળકો આર્યવીર અને વેદાંતના માતા-પિતા પણ છે.

ખાસ વાત એ છે કે સેહવાગે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીના સરકારી બંગલામાં લગ્ન કર્યા હતા. 2002માં સેહવાગે મજાકમાં આરતીને લગ્ન માટે પૂછ્યું, આરતીએ ખૂબ ગંભીરતા સાથે જવાબ આપ્યો અને લગ્ન માટે હા પાડી. આ વાત વીરુએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી. વીરેન્દ્ર સેહવાગની પત્ની આરતી ફિટનેસ અને સુંદરતાના મામલે મોટી-મોટી હિરોઈનોને માત આપે છે.

Shah Jina