યૂટયૂબર અરમાન મલિકની નવી ગર્લફ્રેન્ડ આવી સામે, ભડકી ઉઠી બંને પ્રેગ્નેટ પત્નીઓ- જુઓ વીડિયો

બે બે બૈરીઓ હોવા છતાંય નવી ગર્લફ્રેન્ડ લાવ્યો અરમાન મલિક, બંને ગર્ભવતી પત્ની પાયલ અને કૃતિકાએ જુઓ શું કરી બેઠી

પ્રખ્યાત યૂટયૂબર અરમાન મલિક એક યા બીજા કારણોસર અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. અરમાન મલિક હાલ તેની બંને પત્નીઓને કારણે પણ ચર્ચામાં છે, કારણ કે તેની બંને પત્નીઓ પ્રેગ્નેટ છે. હાલમાં જ કૃતિકા મલિક અને પાયલ મલિકનું બેબી શાવર ફંક્શન યોજાયું હતું. જો કે, બે પત્નીઓ હોવા છત્તાં પણ અરમાન તેની નવી ગર્લફ્રેન્ડને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અરમાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં અરમાન સાથે એક છોકરી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં અરમાન મલિકની નવી ગર્લફ્રેન્ડ તેના ઘરે પહોંચીને તમાશો કરતી જોવા મળે છે. એક છોકરી અચાનક અરમાનના ઘરે આવે છે અને યુટ્યુબરે તેની સાથે દગો કર્યો હોવાનું કહે છે. આ દરમિયાન અરમાન પણ થોડો નર્વસ દેખાઇ રહ્યો હતો. વીડિયોમાં યુવતી વારંવાર કહેતી સંભળાય છે કે અરમાન 4 દિવસથી ન તો તેનો ફોન ઉપાડી રહ્યો છે અને ન તો તેના કોઈ મેસેજનો જવાબ આપી રહ્યો છે. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જ યુટ્યુબરની બંને પત્નીઓ પણ ત્યાં પહોંચી જાય છે.

ઘરની અંદર નવા ચહેરાને આ રીતે પતિ પર બૂમો પાડતા જોઇ પાયલ છોકરીને તેનો પરિચય પૂછે છે. યુવતી કહે છે કે તે લગભગ બે-અઢી વર્ષથી અરમાનને ડેટ કરી રહી છે. બંને જીમમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ વચ્ચે સંબંધ છે. જો કે, પહેલા તો અરમાન તે છોકરીને ઓળખવાની ના પાડે છે. જો કે, જ્યારે તે સબૂત બતાવવાની વાત કરે છે, ત્યારે અરમાન વસ્તુઓને ટ્વિસ્ટ કરતો દેખાય છે. આ પછી તેની બંને પત્નીઓ ગુસ્સે થઈ જાય છે. પાયલ અને કૃતિકા બંને યુટ્યુબર પર ખૂબ જ વરસી પડે છે. લગભગ 9 મિનિટના આ વીડિયોમાં બધા વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.

જો કે, પાછળથી અરમાને ખુલાસો કર્યો કે આ વીડિયો તેના ચાહકો માટે પ્લાન કરવામાં આવ્યો હતો. એટલે કે લગભગ 9 મિનિટ સુધી ચાલેલો આ હાઈવોલ્ટેજ ડ્રામા માત્ર એક પ્રેન્ક હતો. જણાવી દઈએ કે અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગભગ 7 વર્ષ પછી 2018માં તેણે પાયલની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે લગ્ન કર્યા. આ મામલાને લઈને પાયલ મલિકે તેના એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે જે ક્ષણે તેને કૃતિકા અને અરમાનના સંબંધો વિશે ખબર પડી ત્યારે તે તેને છોડીને તેના પિયર ચાલી ગઈ હતી.

જો કે, પછી તે અરમાનથી વધુ સમય દૂર રહી શકી નહીં અને બાદમાં તેણે કૃતિકાને અપનાવી લીધી અને ત્રણેય પાયલ-અરમાનના દીકરા ચિરાયુ સાથે ખુશીથી સાથે રહે છે. હવે અરમાનની બંને પત્નીઓ ત્રણ બાળકોને જન્મ આપવાની છે. પાયલ ટ્રીટમેન્ટથી જોડિયા બાળકને જન્મ આપવાની છે અને કૃતિકા એક બાળકને જન્મ આપવાની છે. ત્યારે હવે યૂટયૂબરના ઘરમાં ત્રણ ત્રણ બાળકોની કિલકારી ગુંજવાની છે.

Shah Jina