પત્ની માન્યતા અને જુડવા બાળકો સાથે ખૂબ જ આલીશાન ઘરમાં રહે છે સંજય દત્ત, ખાસ છે સંજુબાબાનું ઘર- જુઓ કેવું દેખાય છે અંદરથી

મુંબઇના પાલી હિલમાં છે સંજય દત્તનું કરોડોનું ડ્રીમ હાઉસ, ઘરમાં છે જીમથી લઇને સ્વીમિંગ પુલ સુધી, જુઓ અંદરની તસવીરો

પોતાના કરિયરમાં એકથી વધુ હિટ ફિલ્મો આપનાર સુનીલ દત્ત અને નરગીસનો પુત્ર સંજય દત્ત માતા-પિતાની જેમ જ શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે. પોતાના અભિનયથી કરોડો લોકોના દિલો પર રાજ કરનાર સંજય દત્તે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેના જીવનનો એવો કોઈ તબક્કો નહોતો કે જ્યારે અભિનેતાને મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોય. આટલી બધી પરેશાનીઓ પછી પણ સંજય દત્તે ક્યારેય પોતાના કામ સાથે સમજોતો મથી કર્યો.

પોતાની મહેનતના કારણે તેણે ઈન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવી. સંજય દત્તે વર્ષ 1981માં ફિલ્મ ‘રોકી’થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોની સાથે સંજય દત્ત પોતાની લક્ઝરી લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. ‘સાજન’, ‘સડક’, ‘રાજુ ચાચા’, ‘મુન્નાભાઈ MBBS’, ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી શાનદાર ફિલ્મો આપનાર સંજય દત્ત આલીશાન ઘરમાં રહે છે. સંજય દત્તનું ઘર મુંબઇના પાલી હિલમાં છે.

શાહરૂખથી લઈને સલમાન ખાન જેવા સ્ટાર્સ તેની પડોશમાં રહે છે. હાલના માર્કેટ રેટ પ્રમાણે આ ઘરની કિંમત 40 કરોડ રૂપિયા છે. સંજય દત્તના ઘરનું ઈન્ટિરિયર પ્રોફેશનલ ડિઝાઈનરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્ત અવારનવાર સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે અને આ દરમિયાન તેના આલીશાન ઘરની ઝલક પણ સામે આવે છે.

આ તસવીરોમાં બાલ્કનીથી લઈને હોલ અને બેડરૂમની ઝલક સામેલ છે. માન્યતાએ તેના બેડરૂમમાં નરગીસ અને સુનીલ દત્તનું એક મોટું પેઈન્ટિંગ લગાવ્યું છે. ઘરની અંદરના આધુનિક ફર્નિચરની સાથે ઘણી બધી અનોખી ડેકોરેટિવ વસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ ઘરની સ્ટાઇલમાં એક લક્ઝુરિયસ ફુલ્લી ફંક્શનલ જીમ પણ છે, જે સંજુ બાબા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘણીવાર સંજય દત્ત તેની બાલ્કની અથવા ટેરેસ પર ચાલતા અને જોગિંગ કરતા જોવા મળે છે. સંજય દત્તને મોંઘા અને લક્ઝરી વાહનોનો શોખ છે. દરેક સામાન્ય માણસ તેમના જેવા વૈભવી જીવનનું સપનું જુએ છે. તેની પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કારોનું કલેક્શન છે. સંજય દત્ત ભારતની એવી કેટલીક સેલિબ્રિટીઓમાંના એક છે જેઓ Ferrari 599 GTB ધરાવે છે.

Ferrari 599 GTB ની કિંમત રૂ. 1.5 કરોડથી રૂ. 3.5 કરોડની વચ્ચે છે. આ સિવાય તેની પાસે રોલ્સ રોયલ ઘોસ્ટ, બેન્ટલી, લેન્ડ ક્રુઝર, મર્સિડીઝ, પોર્શે હાર્લી અને ડુકાટી જેવા વાહનો છે. આ વાહનોની કિંમત કરોડો રૂપિયામાં છે. સંજય દત્ત અભિનેતા હોવાની સાથે નિર્માતા પણ છે. તે એક ફિલ્મ માટે લગભગ આઠથી નવ કરોડ રૂપિયા લે છે.

ફિલ્મો સિવાય તે જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્ત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પાંચથી છ કરોડની કમાણી કરે છે. તેની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે 137 કરોડ રૂપિયાથી વધુ છે.

Shah Jina