શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે ફૂલોથી રમી હોળી, તો સોહા અલી ખાને પતિ અને મિત્રો સાથે રંગોની ઉડાવી છોળ.. જુઓ વીડિયો
ગઈકાલે આખા દેશમાં ધુળેટીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, મોટાભાગના લોકો રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ આ તહેવારની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
અભિનેત્રી સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર હોળીની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ-અભિનેતા કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા સાથે હોળી રમતી જોવા મળી રહી છે. 7 માર્ચ 2023ના રોજ સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોળીની ઉજવણીનો વિડિયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં તે તેના પતિ અને પુત્રી સાથે હોળીના આ તહેવારને ખુબ જ ઉત્સાહથી માણતી જોવા મળે છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇનાયા અને સોહા રંગ લગાવતા, પાણીમાં ભીંજાતા, ચુંબન કરતા અને ખૂબ ડાન્સ કરતા હતા. સોહાએ સફેદ ટ્રાઉઝર સાથે સફેદ કુર્તો પહેર્યો છે, તો ઇનાયા સફેદ પ્રિન્ટેડ મોનોકિનીમાં ક્યૂટ લાગી રહી છે.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ આ ખાસ દિવસને પોતાની સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો હતો, જેનો એક વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ફૂલો સાથે હોળી રમતી જોવા મળી હતી. આ સાથે તેણે ‘હોલી ખેલ’ ગીત પર ડાન્સ પણ કર્યો હતો.
View this post on Instagram
વીડિયોમાં તેની સાથે તેના બંને બાળકો પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્રણેયે ખૂબ જ મસ્તી કરી હતી. વીડિયો શેર કરતા શિલ્પાએ કેપ્શનમાં લખ્યું કે, ‘રંગોનો આ તહેવાર હોળી તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાના રંગો લઈને આવે, હેપ્પી હોળી.’ આ વીડિયો સામે આવતા જ ફેન્સ પણ શિલ્પા પર કોમેન્ટ કરી રહ્યા છે અને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.