હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
લિફ્ટમાં બાળકોને એકલા મોકલતા પહેલા સાવધાન, રાજકોટમાં 3 વર્ષની બાળકીનું કમકમાટીભર્યુ મોત
Girl dies after lift falls on her head : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બનાવો સામે આવતા હોય છે. રોડ અકસ્માત ઉપરાંત અન્ય ઘણા અકસ્માત પણ સર્જાતા હોય છે. ખાસ કરીને નાના બાળકો સાથે ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે વાલીઓ માટે પણ આવી ઘટનાઓ ચેતવણી રૂપ બને છે. હાલ રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક 3 વર્ષની માસુમ બાળકીના માથે પડવાના કારણે બાળકીનું મોત નીપજ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આવેલા પંચાયત ચોકમાં આવેલી હેવલોક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લિફ્ટનો દરવાજો ખુલ્લો હતો અને 3 વર્ષની બાળકી ત્યાં ઉભી હતી ત્યારે જ લિફ્ટ ઉપરથી આવીને બાળકીના માથા પર પડી હતી, જેમાં બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાળકીના મોતના કારણે સોસાયટીમાં પણ હડકંપ મચી ગયો હતો.
ત્યારે હાલ સોસાયટીમાં એ વાતને લઈને સવાલ ઉભા થઇ રહ્યા છે કે પાર્કિંગમાં લિફ્ટનો દરવાજો કહેવી રીતે ખીલ્લો રહી ગયો હતો. આ મામલે સોસાયટીના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે બાળકીનો જીવ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. દુર્ઘટના બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. બાળકીના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.