“તું મને ભિખારી સમજે છે ? ધારાસભ્યનો દીકરો છું” સુરતમાં સીટી બસના કંડકટરનો કોલર પકડીને યુવકે કરી દાદાગીરી, વાયરલ થયો વીડિયો

સુરતમાં BRTS બસ કંડકટરનો કોલર પકડવાને લઈને થયો વિવાદ, યુવકે રૂપિયાનું બંડલ બતાવતા કહ્યું, “મને ભિખારી સમજે છે…” જુઓ વીડિયો

Clash With CT Bus Conductor : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં દાદાગીરી કરવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ સુરતની સીટીબસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક દાદાગીરી કરતો જોવા મળી રહ્યો છે અને કંડકટરનો કોલર પકડીને રોફ ઝાડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થવાની સાથે જ ચર્ચામાં આવી ગયો છે.

આ ઘટના ચાલુ બસમાં બની હતી, જેમાં રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી BRTS બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલો એક યુવક દાદાગીરી કરવા લાગ્યો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકે પોતે ધારાસભ્યનો છોકરો હોય તેમ જણાવી રહ્યો છે અને બેગમાંથી લાખો રૂપિયાનું બંડલ કાઢીને “તું મને ભિખારી સમજે છે.” એમ કહી રોફ પણ ઝાડતો દેખાઈ રહ્યો છે.

આ દરમિયાન કંડકટર પણ તેને કહેતા સાંભળી શકાય કે તે મારો કોલર કેમ પકડ્યો. ત્યારે આ ઘટનાને લઈને હવે ચર્ચાનો માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે  આ યુવક કોણ છે તેના અંગે હાલ કોઈ માહિતી સામે નથી આવી, ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel