હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
ગુજરાતમાં જે જગ્યાએ દારૂની છૂટ મળી ગઈ છે એ “ગિફ્ટ સીટી”માં દારૂ પીવામાં કોઈને રસ નથી, 4 મહિનાના આંકડા આવ્યા સામે, વેચાયો ફક્ત આટલો દારૂ
Got Less Interested In Gift City Drinking : સમગ્ર ગુજરાતની અંદર હાલ દારૂબંધી છે, પરંતુ થોડા સમય પહેલા જ સરકાર દ્વારા એક જગ્યાએ દારૂની છૂટ આપવામાં આવી હતી, એ હતી ગાંધીનગરની “ગિફ્ટ સીટી”. ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ઘણી જ ચર્ચાઓ પણ થઇ હતી અને સોશિયલ મીડિયામાં ગિફ્ટ સીટીમાં દારૂ પીવા જવાને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા, પરંતુ હાલ આવેલા આંકડા મુજબ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા છતાં પણ લોકોને ત્યાં દારૂ પીવામાં કોઈ રસ નથી એવું જોવા મળ્યું.
ગુજરાત સરકાર દ્વારા હાલ છેલ્લા 4 મહિનામાં ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો તેના આંકડા આપવામાં આવ્યા છે, સરકારી આંકડા મુજબ છેલ્લા ચાર મહિનામાં એટલે કે 1 મરચઠ્ઠી લઈને 25 જૂન સુધીમાં કુલ 650 લીટર દારૂનું વેચાણ થયું છે. જેમાંથી બિયરનું જ 450 લીટર જેટલું વેચાણ થયું છે. 1 માર્ચથી લઈને અત્યાર સુધીમાં ફક્ત 500 કર્મચારીઓ દ્વારા જ દારૂ પીવાના પરમીટ માટે અરજી કરી છે અને તેમને લાયસન્સ આપી દેવામાં આવ્યા છે.
સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં 24,000થી પણ વધુ લોકો કામ કરે છે. તો 1 માર્ચથી અત્યાર સુધીમાં 250 મુલાકાતીઓને પરમીટ આપવામાં આવ્યા છે. જેના પરથી સાબિત થાય છે કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની ખુલ્લી છૂટ હોવા છતાં પણ લોકો દારૂ પીવા ખુબ જ ઓછો રસ દાખવી રહ્યા છે. ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂના ઓછા વેચાણ પાછળનું કારણ એ પણ હોઈ શકે છે ગિફ્ટ સિટીમાં વેચાતા દારૂની કિંમત પરમીટની દુકાન કરતા પણ ત્રણ ઘણી વધારે છે. આ ઉપરાંત વિઝીટરને દારૂ પીવો હોય તો તેના હોસ્ટ કર્મચારીને પણ તેની સાથે રહેવું પડે છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.