આ ગર્ભવતી અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતા હતા સતિશ કૌશિક, હેરાન કરી દેશે કારણ

જ્યારે લગ્ન વગર જ માતા બનવાની હતી આ મોટી અભિનેત્રી, સતીશ કૌશિકે આપી હતી એવી ઓફર કે ચોંકી ગઇ હતી અભિનેત્રી

પડદા પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારા અભિનેતા સતીશ કૌશિક આજે બધાને રડાવીને ચાલ્યા ગયા. સતીશ કૌશિક ના માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત એક્ટર હતા પણ તેઓ એક નેકદિલ માણસ પણ હતા. સતીશ કૌશિકની સારી મિત્ર અભિનેત્રી નીના ગુપ્તા હતી અને બંને એકબીજાને 1975થી જાણતા હતા. સતીશ કૌશિક અને નીનાની મિત્રતા સાથે જોડાયેલ એક કિસ્સો આજે અમે તમને સંભળાવવા જઇ રહ્યા છીએ. નીના ગુપ્તાએ તેની લાઇફ સાથે જોડાયેલા કિસ્સા બાયોગ્રાફી ‘સચ કહુ તો’માં સમેટ્યા હતા.

આ બાયોગ્રાફીમાં નીનાએ તેના બેસ્ટફ્રેંડ સતીશ કૌશિક સાથે જોડાયેલ એક કિસ્સો પણ શેર કર્યો હતો. જ્યારે નીના ગુપ્તા પ્રેગ્નેટ હતી, અને એ પણ લગ્ન વગર તો તે સમયે તે ઘણા મુશ્કેલ સમયમાંથી ગુજરી રહી હતી. સમાજમાં તેને ઘણા મેણા પણ પડી રહ્યા હતા અને ત્યારે તે એકલી પડી ગઇ હતી. એવામાં સતીશ કૌશિકે તેને લગ્નની ઓફર કરી હતી. તે નહોતા ઇચ્છતા કે નીના એકલી પડે. શશિ કૌશિક સાથે લગ્ન કર્યા પહેલા સતીશે નીનાને મેરેજ પ્રપોઝલ આપ્યુ હતુ.

જો કે, નીના ગુપ્તાએ આ પ્રપોઝલ ઠુકરાવી દીધુ હતુ. તેમણે જણાવ્યુ કે તેઓ એક સાચા મિત્રના રૂપમાં નીના સાથે ઊભા રહ્યા હતા. તેમણે નીના પ્રશંશા પણ કરી હતી કે એક છોકરીએ આ સમયમાં લગ્ન વગર બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે તેના એકલાપણાથી તેઓ ચિંતિત હતા. સતીશ કૌશિકે નીના ગુપ્તાને કહ્યુ હતુ કે હું છું ને કેમ ચિંતા કરે છે. જો બાળક ડાર્ક સ્કિનનું આવે તો આપણે લગ્ન કરી લઇશું અને કોઇને શક પણ નહિ થાય.

જે સમયે બધી બાજુ નીને કોસવામાં આવી રહી હતી તે સમયે મિત્રના મોંથી આ શબ્દ સાંભળી નીનાની આંખમાં આંસુ આવી ગયા હતા અને તેમની મિત્રતા વધારે ઊંડી થઇ ગઇ હતી. જણાવી દઇએ કે, નીના 80ના દાયકામાં સ્ટાર ક્રિકેટર વિવિયન રિચર્ડ્સને દિલ આપી બેઠી હતી અને પ્રેગ્નેટ થઇ ગઇ હતી. વિવિયન પહેલાથી જ પરણિત હતો અને આ માટે તે લગ્ન નહોતી કરી શકતી અને બાદમાં તેણે બાળકને જન્મ આપવામો નિર્ણય કર્યો હતો.

નીનાએ વર્ષ 2008માં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે, સતીશ કૌશિકે શશિ સાથે લગ્ન કર્યા છે અને બંનેએ 1985માં એકબીજાનો હાથ થામ્યો હતો અને તેમના ઘરે 9 વર્ષ બાદ બાળકની કિલકારી ગુંજી હતી પણ કિસ્મતને કદાચ બીજુ જ મંજૂર હતુ. જ્યારે સતીશનો દીકરો 2 વર્ષનો હતો ત્યારે તેની મોત થઇ ગઇ અને આ ઘટનાએ સતીશ અને તેમની પત્નીને ઝકઝોર કરી દીધી હતી. જો કે, 56 વર્ષની ઉંમરે સતીશ કૌશિક સરોગસી દ્વારા પિતા બન્યા અને તેમના ઘરે દીકરી વંશિકાનો જન્મ થયો.

Shah Jina