પોતાના લુક્સથી ઇન્ટરનેટ પર કહેર વરસાવે છે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન, ખૂબસુરતી એવી કે બોલિવુડ અભિનેત્રીઓ પણ રહી જાય પાછળ

જસપ્રિત બુમરાહની ઘરવાળી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેવી દેખાય છે, તસવીરો જોઈ તમે હક્કા બક્કા રહી જશો!

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુનિયાના ટોપ બોલરોમાં સામેલ છે. જેટલો પોપ્યુલર બુમરાહ છે તેટલી જ પોપ્યુલર તેની પત્ની સંજના ગણેશન છે. સોશિયલ મીડિયા પર સંજના ગણેશનની ઘણી ચર્ચા થાય છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન ખૂબ જ સુંદર છે અને તે તેની દિલકશ અદાઓથી ચાહકોના દિલો પર રાજ કરે છે.

ક્રિકેટ ફેન્સ વચ્ચે સંજના ગણેશન ઘણી ફેમસ છે. બુમરાહ અને સંજનાએ માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરી પણ ઘણી દિલચસ્પ છે. કોરોના મહામારીને કારણે તેમણે પરિવાર અને ઘણા અંગત લોકોની વચ્ચે ફેરા લીધા હતા. ઘણા ઓછા લોકો જાણતા હતા કે બુમરાહ અને સંજના એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બુમરાહે ખુલાસો કર્યો હતો કે બંનેની પહેલી મુલાકાત કંઇ ખાસ રહી નહોતી, કારણ કે બંનેએ એકબીજાને ખોટા સમજી લીધા હતા. પહેલી મુલાકાતમાં જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ પ્રેજેંટર સંજનાને ઘમંડી સમજી હતી. આ જ હાલ સંજનાનો પણ હતો. તેને એવું લાગ્યુ હતુ કે બુમરાહ ઘમંડી છે. જો કે, ઇંગ્લેન્ડમાં 2019 વિશ્વ કપ દરમિયાન બંનેની વાતચીત શરૂ થઇ અને વસ્તુ બદલાઇ ગઇ.

તે એકબીજાને સારી રીતે સમજી શક્યા અને જોતજોતામાં પહેલા મિત્રતા થઇ અને પછી પ્રેમનો પરવાન ચઢ્યો. ભારતના સીનિયર વિકેટકિપર દિનેશ કાર્તિક સાથે એક ઇન્ટરવ્યુ દરમિયાન બુમરાહે સંજના સાથે પોતાના રિલેશનશિપને લઇને ખુલાસો કર્યો હતો. આ સાથે તેણે એ પણ જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડમાં 2019 વિશ્વ કપ દરમિયાન બંને કેવી રીતે નજીક આવ્યા.

બુમરાહે કહ્યુ કે, મેં તેને ઘણીવાર જોઇ હતી પણ બંનેને એકબીજાથી પ્રોબ્લમ હતી. તેને શરૂઆતમાં લાગ્યુ કે હું ઘમંડી છે અને હું પણ તેના વિશે એવું જ વિચારતો હતો. જે કારણે અમે ક્યારેય વાતચીત કરી નહિ. મેં તેની સાથે પહેલીવાર 2019 વિશ્વ કપ દરમિયાન વાત કરી હતી, જ્યારે તે ઇવેન્ટને કવર કરી રહી હતી. અમે મિત્રો બન્યા અને ખૂબ વાતો કરવા લાગ્યા.

જે બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને બંનેએ 2021માં લગ્ન કરી લીધા. સંજના કોઇ એક્ટ્રેસથી કમ નથી. સંજના પુણે થી છે અને તે ફેમિના ઓફિશિયલ ગોર્જિયસ પણ રહી છે. સંજનાએ સ્પોર્ટ્સ પ્રેઝેંટર તરીકે પોતાના કરિયરની નવેસરથી શરૂઆત કરી હતી. સંજના છેલ્લા કેટલાક સમયથી ઘણી ટૂર્નામેન્ટનો ભાગ રહી છે.

તે IPLમાં સક્રિય રહેવા સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી રહી છે. સંજના ICC વર્લ્ડ કપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ હોસ્ટ કરી ચૂકી છે, આ ઉપરાંત તે શાહરૂખ ખાનની IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના ઇંટરએક્ટિવ શો, ધ નાઇટ ક્લબની એંકરિંગ પણ કરી ચૂકી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનો ખિતાબ જીત્યો હતો. સંજનાએ પુણેની મશહૂર યુનિવર્સિટીથી એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે.

આ સિવાય તેણે મોડલિંગ પણ કર્યુ છે અને 2014માં તેણે મિસ ઇંડિયાના મંચ પર કિસ્મત પણ અજમાવી હતી, જ્યાં તેણે ફાઇનલ સુધીની સફર કરી હતી. તે બાદ સમજનાએ 2013માં ફેમિના ગોર્જિયસનો ખિતાબ હાંસિલ કર્યો. સંજના ગણેશનને ફિટ રહેવાનું ખૂબ જ પસંદ છે. તે વધારે યોગા અને જીમમાં સમય વીતાવે છે. સંજના ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે તાલ્લુક રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan)

તેણે એમટીવી રિયાલિટી શો સ્પિલિટ્સવિલા સિઝન 7માં પણ ભાગ લીધો છે, જે એક ડેટિંગ શો છે. શો દરમિયાન સંજના ઘણી ચર્ચામાં રહી છે. તેણે તેના કો-કંટેસ્ટેંટ અશ્વિની કૌલને ડેટ પણ કર્યો હતો. હાથમાં ઇજાને કારણે સંજના શોમાંથી બહાર થઇ હતી. આ સિઝનને સની લિયોન અને નિખિલ ચિનપાએ હોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan)

એક વેબસાઇટ સાથે વાત કરતા અશ્લિન કૌલે કહ્યુ હતુ કે- હું નથી જાણતો કે વાસ્તવમાં શું થયુ. અમે વાત કરી, મિત્ર બન્યા, કનેક્શન બન્યુ અને પછી વસ્તુ અમારા પક્ષમાં રહી. હાં, હું સંજનાને ડેટ કરી રહ્યો છું પણ એવા કપલ રીતે જે સારા મિત્રો છે.

Shah Jina