અમદાવાદની ટેસ્ટ મેચમાં શુભમન ગીલે માર્યો છગ્ગો, બોલ ખોવાઈ ગયો અને પછી આ ડોક્ટરે બોલ શોધવા કર્યું એવું કે બની ગયો હીરો…જુઓ વીડિયો

સફેદ કપડાંની પાછળ બોલ ખોવાઈ જતા આ વ્યક્તિએ કર્યું એવું કે નીકળી ગઈ શુભમન ગીલની પણ હસી.. જુઓ વીડિયો

બોર્ડર ગાવસ્કર સિરીઝ અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે. જેની છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં પહેલાથી જ પોતાની પકડ મજબૂત કરી લીધી છે અને 2-1થી આગળ છે. ત્યારે હાલ ચાલી રહેલી ટેસ્ટ મેચ પણ ખુબ જ નિર્ણાયક છે.

ભારત જો આ મેચ જીતી જશે તો શ્રેણી જીતવાની સાથે સાથે WTCની ફાઇનલમાં પણ સીધો જ પ્રવેશ મળેવી લેશે. જો આ મેચ ડ્રો જશે તો ભારત આ શ્રેણી જીતશે અને આ છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત થશે તો શ્રેણી બરાબર થઇ જશે. ત્યારે આ મેચમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરો અને 480 રન પહેલી ઇનિંગમાં બનાવ્યા.

ભારતની બેટિંગ બીજા દિવસે આવી અને બીજા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી દીધી છે. હાલ ભારતનો સ્કોર 143 રન પર 1 વિકેટ છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીની રમતમાં અણનમ 136 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 73 રન બનાવ્યા છે.

ત્યારે આ મેચ દરમિયાન એક અજીબો ગરીબ નજારો જોવા મળ્યો હતો. બીજા દિવસની છેલ્લી ઓવરમાં જયારે નેથન લિયોન બોલિંગ કરી રહ્યો હતો અને તેના બીજા જ બોલ પર શુભમન ગીલે સાઈડ સ્ક્રીનની બાજુમાં એક છગ્ગો ફટકાર્યો અને બોલ ખોવાઈ ગયો. ગ્રાઉન્ડ સ્ટાફ બોલ શોધી રહ્યો હતો એટલા સમય સુધી મેચ પણ રોકાઈ ગઈ હતી.

આ દરમિયાન જ એમ્પાયર દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું કે બીજો બોલ મંગાવીને મેચ ફરીથી શરૂ કરવામાં આવે. પરંતુ ત્યારે જ એક દર્શક સફેદ કાપડની નીચે ખોવાઈ ગયેલા બોલને શોધવા માટે મહેનત કરી રહ્યો હતો અને તેણે બોલ શોધીને મેદાનમાં ફેંક્યો હતો. આ નજારો જોઈને શુભમન ગિલ પણ હસી પડ્યો હતો. બોલ શોધનારા આ વ્યક્તિ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના તબીબ હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel