દિગ્ગજ ક્રિકેટર ઇરફાન પઠાણની પત્ની પાર્ટીમાં એટલા લાખનું બેગ લઇને આવી કે કિંમત જાણી તમારુ માથુ પણ ચકરાઇ જશે

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ હાલમાં જ તેની ફેરવેલ પાર્ટી હોસ્ટ કરી હતી. સાનિયા મિર્ઝાની આ હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ જગતની ઘણી હસ્તિઓ સામેલ થઇ હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પણ તેમની પત્ની સફા અને દીકરાઓ સાથે સાનિયા મિર્ઝાની રિટાયરમેન્ટ પાર્ટીમાં પહોંચ્યા હતા.આ દરમિયાન ઇરફાનની પત્ની સફાએ ફુલ સ્લીવ ડ્રેસ સાથે ડુપટ્ટો કેરી કર્યો હતો અને ચહેરા પર માસ્ક પહેર્યુ હતુ. આ લુક સાથે તેણે એક હેન્ડ બેગ કેરી કર્યુ હતુ,

જે લક્ઝરી બ્રાન્ડ Louis Vuittonનું હતુ અને આની કિંમત $3,400 એટલે કે લગભગ 2,77,880 રૂપિયા હતી. જણાવી દઇએ કે, સાનિયા મિર્ઝાની રિટાયરમેન્ટ પાર્ટી દરમિયાન પણ હંમેશની જેમ ઇરફાનની પત્નીનો ચહેરો ઢંકાયેલો જોવા મળ્યો હતો. ઇરફાન પઠાણની આમ તો હંમેશા નકાબ પહેરેલી જ જોવા મળે છે અને ઇરફાન પણ પત્ની સાથે તસવીરો-વીડિયો શેર કરે તો તેમાં પણ સફાનો ચહેરો જોવા મળતો નથી. ત્યારે આને લઇને ઘણીવાર ઇરફાનને ટ્રોલ પણ કરવામાં આવે છે.

જો કે, ઇરફાન અને તેની પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને તે બંનેનું બોન્ડિંગ પણ ખૂબ સરસ છે. જણાવી દઇએ કે, ઈરફાન પઠાણે 19 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને તે તેની પેઢીનો શ્રેષ્ઠ યુવા પ્રતિભાઓમાંનો એક હતો. ત્યાં તેની પત્ની સફા એક મોડલ રહી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાન પઠાણ અને સફા પહેલીવાર 2014માં મળ્યા હતા. એક પ્રવાસ દરમિયાન ઈરફાન પઠાણ એક સામાજિક મેળાવડામાં સફાને મળ્યા હતા. સફાને જોઈને ઈરફાન તેના પ્રેમમાં પડી ગયા.

ઉંમરમાં 10 વર્ષનો તફાવત હોવા છતાં, ઈરફાન અને સફા એકબીજા સાથે બંધાઈ ગયા. બે વર્ષમાં જ બંને એકબીજાને ગાઢ પ્રેમ કરવા લાગ્યા અને બે વર્ષ સુધી ડેટિંગ બાદ ઈરફાને સફાને વડોદરા બોલાવી અને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો. સુંદર સાફાએ તેના પરંપરાગત મૂલ્યો, નમ્રતા અને સ્વભાવથી દરેકને પ્રભાવિત કર્યા. જે બાદ બંને પરિવાર એકબીજાને મળ્યા અને લગ્નને આખરી ઓપ આપ્યો. ઇરફાન પઠાણ અને સફા 4 ફેબ્રુઆરી 2016ના રોજ સાધારણ લગ્ન સમારોહમાં કાયમ માટે એકબીજાના બની ગયા.

નિકાહ સમારોહમાં માત્ર નજીકના પરિવારના સભ્યો અને સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. નિકાહ સમારોહ મક્કામાં થયો હતો, જ્યારે રાત્રિભોજન જેદ્દાહમાં યોજાયો હતો. નિકાહ પછી કપલ પરિવાર સાથે સીધા વડોદરા ગયા અને ત્યાં તેઓએ મિત્રો અને સહકાર્યકરો સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. ઈરફાન પઠાણ અને સફા 20 ડિસેમ્બર 2016ના રોજ એક પુત્રના માતા-પિતા બન્યા હતા. આ પછી તે 28 ડિસેમ્બર 2021ના ​​રોજ બીજી વખત પુત્રના માતા-પિતા બન્યા. ઈરફાનના મોટા પુત્રનું નામ ઈમરાન અને નાના પુત્રનું નામ સુલેમાન છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina