હોલિકા દહનમાં વાંસની લાકડીનો ઉપયોગ કરવા પર ટ્રોલ થઇ શિલ્પા શેટ્ટી, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

હિન્દુ ધર્મમાં આવું નથી થતુ મેડમ…શિલ્પા શેટ્ટીનો હોલિકા દહન વાળો વીડિયો જોઇ લોકો ભરાયા ગુસ્સે

દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવ્યો. 6 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને આ સમયે સામાન્ય લોકો સાથે સાથે બોલિવૂડ સ્ટાર પણ હોલિકા દહનમાં સામેલ થતા હોય છે અથવા તો તેઓ પોતે ઘર આગળ કે ખુલ્લી જગ્યામાં હોળી પ્રગટાવતા હોય છે. ત્યારે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ તેના ઘર આગળ હોલિકા દહન કર્યુ હતુ, જેમાં તેનો પરિવાર સામેલ થયો હતો. આ દરમિયાનનો વીડિયો પણ તેણે તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને આ સાથે એક ખાસ સંદેશ પણ લખ્યો છે.

વીડિયોમાં અભિનેત્રી તેના બાળકો અને પતિ સાથે હોલિકા દહન કરતી અને હાથ જોડી પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. જો કે, આ વીડિયો જોઇ ઘણા લોકો નારાજ જોવા મળી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ ઘરના કેમ્પસમાં હોલિકા દહન કર્યુ અને આના સાથે જોડાયેલ રિચુઅલ્સ પણ ફોલો કર્યા. માન્યતા છે કે હોલિકા દહન જીવનમાંથી નેગેટિવિટી અને બુરાઇને ખત્મ કરી દે છે. પણ આ વીડિયોમાં કંઇક એવું જોવા મળ્યુ કે લોકો શિલ્પાની આલોચના કરી રહ્યા છે. હોલિકા દહન પર ખાસ કરીને ઘણીવાર લોકો એરંડ અને ગુલરના ઝાડની લાકડીઓ તેમજ ગાયના બનેલ ઉપલાનો ઉપયોગ કરે છે,

આને લોકો શુભ માને છે. પણ આ વીડિયોમાં વાંસ નજર આવી રહ્યુ છે અને આને લઇને લોકો શિલ્પાને ટ્રોલ કરી રહ્યા છે. આ ઉપરાંત શિલ્પાના પગમાં વીડિયોમાં ફુટવેર પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- હિંદુ ઘર્મમાં વાંસ બાળવું વર્જિત છે. એકે કહ્યુ- ક્યારેય વાંસ નથી જલાવવામાં આવતુ. એક બીજા યુઝરે કહ્યુ- તમને કદાચ એ ખબ નથી કે હિંદુ ધર્મમાં વાંસ ક્યારેય નથી જલાવવામાં આવતુ. વીડિયોમાં શિલ્પા સાથે તેના બાળકો પણ નજર આવી રહ્યા છે. પહેલા તો શિલ્પા તેની દીકરી શમિસાશાને ખોળામાં લઇ હોલિકા દહનના રિચુઅલ્સ કરતી જોવા મળી રહી છે.

તે બાદ તે પૂરા પરિવાર સાથે હાથ જોડી પ્રાર્થના કરતી અને પછી અગ્નિની પરિક્રમા કરતી જોવા મળી રહી છે. વીડિયોમાંં અભિનેત્રીનો પતિ રાજ કુંદ્રા પણ જોવા મળી રહ્યા છે અને અભિનેત્રીની માતા પણ દેખાઇ રહી છે. આ વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યુ- હોલિકા દહન, અમે નાની નાની ચિઠ્ઠીઓ બનાવીએ છીએ અને પોતાની નેગેટિવ ફીલિંગ્સ, વિચારોને લખીએ છીએ અને લવ અને લાઇટના રૂપમાં બ્રહ્માંડમાં જવા દિએ છીએ. આ એ રસ્મ છે, જેને અમે દર વર્ષે હોલિકા દહન પર કરીએ છીએ.

આ એ તહેવાર છે જે અમને વિશ્વાસ અને ભક્તિની યાદ અપાને છે કે ભગવાન હંમેશા તમારા સાથે છે, તમારી રક્ષા કરે છે અને નેગેટિવિટીને હંમેશા જલાવી રાખ કરી દે છે. આપણા જીવનને પોઝિટિવિટી અને પ્રેમના રંગોથી ભરી દે છે. આ હોળી તમારા અને તમારા પોતાના માટે ખુશી, સમુૃદ્ધિ અને સારી હેલ્થ લાવે. હોળીની શુભકામના બધા ને.. શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જલ્દી જ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી વેબ સીરીઝ ઇન્ડિયન પોલિસ ફોર્સમાં કામ કરતી જોવા મળશે. આ ઉપરાંત તે કેટલાક ટીવી રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળે છે.

Shah Jina