ફાર્મહાઉસમાં ક્યારે પહોંચ્યા, ત્યાં શું-શું થયુ ?…સતીશ કૌશિકના મૃત્યુ મામલે થયો નવો ખુલાસો, પોલીસ દોડતી થઇ ગઈ

મશહૂર એક્ટર સતીશ કૌશિકનું નિધન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો આઘાત આપી ગયુ, મોતના એક દિવસ પહેલા સતીશ કૌશિકે હોળી પાર્ટી પણ કરી હતી. અચાનક જ મોડી રાત્રે તેમની તબિયત બગડી અને તેમને બચાવવાની કોશિશ કરવામાં આવી પણ એક શાનદાર અભિનેતા અને કોમેડિયનને બોલિવુડે હંમેશા માટે ખોઇ દીધા. દિલ્હી પોલીસે સતીશ કૌશિકના મોત મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સતીશ કૌશિક ક્યારે ફાર્મહાઉસ પર પહોંચ્યા અને ત્યાં શું થયું ?

એટલું જ નહીં, જે લોકો સતીશ કૌશિકને હોસ્પિટલ લઈ ગયા હતા, તેમના પણ સંપર્કમાં પોલીસ છે. સતીશ કૌશિકે 7 માર્ચે મુંબઈમાં શબાના આઝમીના ઘરે હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. અહીં તેમણે પોતાના નજીકના મિત્રો સાથે હોળી રમી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એ દિવસની તસવીરો પણ શેર કરી હતી. આ પછી તેઓ પરિવાર સાથે હોળી મનાવવા માટે 8 માર્ચે દિલ્હી પહોંચ્યા અને તેઓ હોળી રમવા બિજવાસનના ફાર્મહાઉસ પહોંચ્યા હતા. અહીં રાત્રે 11 વાગ્યે તેમને બેચેની થતા અને તબિયત લથડતા તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તેમનું મોત નીપજ્યું. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હોસ્પિટલ લઈ જતા પહેલા પોલીસને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. અભિનેતાના મોત બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે આવી સ્થિતિમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. જો કે, પોલીસનું કહેવું છે કે, કંઈપણ શંકાસ્પદ પ્રાથમિક તપાસમાં હાલ મળ્યું નથી.

રીપોર્ટ્સ અનુસાર સતીશ કૌશિકનું પીએમ કરવામાં આવ્યું અને શરીર પર કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નથી. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું સામે આવ્યું છે. સતીશ કૌશિકના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે સતીશ કૌશિક ફાર્મહાઉસમાં પાર્ટી કરી રહ્યા હતા અને મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે મેનેજરને ફોન કર્યો અને તે બાદ તેમને તાત્કાલિક ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, સતીશ કૌશિકનુ પીએમ દિલ્હીના હરિનગરમાં દીન દયાલ હોસ્પિટલમાં મેડિકલ બોર્ડ દ્વારા કરાવવાનું પોલિસે નક્કી કર્યું. ઉલ્લેખની છે કે, સતીશ કૌશિકના પાર્થિવ દેહને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવવાનો છે અને તે બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાવેદ અખ્તરથી લઈને અનુપમ ખેર સહિત ઘણા સ્ટાર્સ મુંબઈમાં અભિનેતાના ઘરે પહોંચ્યા હતા અને સ્ટાર અભિનેતાના પરિવારને મળ્યા હતા. મુંબઈના વર્સોવા સ્થિત સ્મશાનભૂમિ ખાતે અભિનેતાને સાંજે 5 વાગ્યે અંતિમ વિદાય આપવામાં આવશે.

Shah Jina