ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાપુ પોતાના પરિવાર સાથે શાનદાર અંદાજમાં રમ્યા હોળી, તસવીરો થઇ રહી છે વાયરલ જુઓ

પત્ની રિવાબા જાડેજાને રંગ લગાવતા રવિન્દ્ર જાડેજાની તસવીરો જીતી રહી છે ચાહકોના દિલ, જોવા મળ્યો બાપુનો અનોખો અંદાજ.. જુઓ

દેશભરમાં ગઈકાલે ધુળેટીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાયો હતો. સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ આ તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે અને તેમની ઉજવણીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ઉજવણીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં જાડેજા તેમના પરિવાર સાથે ખુબ જ શાનદાર અંદાજમાં ધુળેટીના તહેવારની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

રીવાબાએ તેમના સોશિયલ મીડિયામાં ધુળેટીની ઉજવણીની ઘણી બધી તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે પતિ રવિન્દ્ર જાડેજા સાથે રંગોનો છોડો ઉડાવતા જોવા મળી રહ્યા છે. પહેલી તસવીરમાં તે જાડેજાના ગાલ પર ગુલાલ લગાવતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત અન્ય તસ્વીરમાં રવિન્દ્ર જાડેજા રીવાબાના ગળામાં હાથ નાખીને તેમના તરફ એક આંગળીનો ઈશારો કરીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તો બીજી કેટલીક તસવીરોમાં રીવાબા સેલ્ફી લઈને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

તો અન્ય તસવીરમાં રવિન્દ્ર જાડેજા પણ રીવાબાને ગુલાલ લગાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ તસવીરોને પણ હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા ચાહકો રવિન્દ્ર જાડેજાના આ અનોખા અંદાજને જોઈને ખુબ જ ખુશ છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને રીવાબા પણ પાવરફુલ કપલમાંથી એક છે. રવિન્દ્ર જાડેજાએ જ્યાં ક્રિકેટમાં પોતાનું નામ રોશન કર્યું છે, ત્યાં રીવાબા જાડેજા રાજકારણમાં ખુબ જ મોટું નામ બની ગયા છે. હાલમાં જ રીવાબા જાડેજા જામનગરની ઉત્તર બેઠક પરથી વિજેતા બન્યા અને ધારાસભ્યનું પદ સંભાળી રહ્યા છે.

રીવાબા રાજકારણ સાથે સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ ખુબ જ અગ્રેસર છે. તે તેમના પરિવારમાં કોઈપણ શુભ પ્રસંગે ઘણા બધા એવા સમાજ સેવાના કાર્યો કરે છે જે દિલ જીતી લેતા હોય છે. ત્યારે રવિન્દ્ર જાડેજા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો ભાગ છે.

Niraj Patel