‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ અંગુરી ભાભી લગ્નના 19 વર્ષ બાદ પતિથી થઇ અલગ, ઘર ભાંગ્યું…જાણો કારણ

19 વર્ષ બાદ તૂટ્યા અંગુરી ભાભીના લગ્ન, પતિથી થઇ અલગ, 18 વર્ષની દીકરીની છે માં- જાણો શું કારણ હતું

‘ભાભીજી ઘર પર હૈ’ની અંગુરી ભાભી ઉર્ફે શુભાંગી અત્રેએ લગ્નના 19 વર્ષ બાદ પતિ પીયુષ પૂરી સાથે પોતાનો સંબંધ ખત્મ કરી લીધો છે. હાલમાં જ અભિનેત્રીએ આ વાતને કંફર્મ કરી અને તૂટતા લગ્ન પર પોતાનું દર્દ વ્યક્ત કર્યુ. શુભાંગી અત્રે અને પીયુષ એકાદ વર્ષથી અલગ રહી રહ્યા છે. બંનેને એક દીકરી પણ છે, જેની ઉંમર 18 વર્ષ છે. બંને ભલે અલગ થઇ ચૂક્યા છે પણ દીકરીની કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. શુભાંગીએ ઇટાઇમ્સને આપેલ એક ઇન્ટરવ્યુમાં પતિથી અલગ થવાની પુષ્ટિ કરી હતી.

તેણે કહ્યુ- અમે એક વર્ષથી સાથે નથી રહી રહ્યા. પીયુષ અને મેં છેલ્લે સુધી અમારા લગ્ન બચાવવાની ઘણી કોશિશ કરી. આપસી સમ્માન, વિશ્વાસ અને મિત્રતા એક મજબૂત લગ્નની નીંવ છે. શુભાંગી અત્રેએ જણાવ્યુ કે, તેમના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ હતી, જેને તે ઠીક ન કરી શકી. તેણે કહ્યુ- અમને અહેસાસ થયો કે અમે અમારા મતભેદોને હલ નથી કરી શકતા. આ માટે અમે એકબીજાને સ્પેસ આપવા અને પર્સનલ લાઇફ તેમજ કરિયર પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો.

આ હજી પણ મુશ્કેલ છે. મારો પરિવાર મારી પહેલી પ્રાયોરિટી હતો અને અમે ઇચ્છીએ છી કે અમારો પરિવાર અમારા આસપાસ હોય, પણ કેટલાક નુકશાનની મરમ્મત નથી થઇ શકતી. જ્યારે આટલા વર્ષોનો સંબંધ તૂટે છે, તો આ તમને માનસિક અને ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. હું પણ પ્રભાવિત થઇ હતી, પણ અમારે આ પગલુ ભરવું પડ્યુ અને આનાથી હું સહેમત છું. માનસિક સ્થિરતા સૌથી જરૂરી છે.

અલગ થયા છત્તાં શુભાંગી અને પીયુષ તેમની 18 વર્ષની દીકરીની સાથે પરવરિશ કરશે. હાલ તો દીકરી અભિનેત્રી પાસે છે. પીયુષ દર રવિવારે દીકરીને મળવા આવે છે. જણાવી દઇએ કે, શુભાંગી અત્રેએ વર્ષ 2003માં પીયુષ સાથે ઇન્દોરમાં લગ્ન કર્યા હતા. અભિનેત્રીના પતિ ડિઝિટલ માર્કેટિંગમાં છે. અભિનેત્રીએ એકવાર ખુલાસો કર્યો હતો કે તેના પતિએ હંમેશા તેનો સાથ આપ્યો અને કરિયર બનાવવામાં મદદ કરી.

Shah Jina