લાડલા પપ્પાના અંતિમ સંસ્કાર બાદ છલકાયુ દીકરીનું દર્દ, પિતા સાથે શેર કર્યો વિડીયો, જોઇ ચાહકો થયા ઇમોશનલ

9 માર્ચ બોલિવુડને રડાવી ગઇ, બધાને હસાવનારા કોમેડિયન અને અભિનેતા સતીશ કૌશિક આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. 66 વર્ષની ઉંમરે અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયુ હતુ અને તે બાદ ગુરુવારના રોજ તેમના અંતિમ સંસ્કાર મુંબઇના વર્સોવામાં કરવામાં આવ્યા. જ્યાં એક્ટરના જિગરી મિત્ર અનુપમ ખેર પાર્થિવ દેહ સાથે ધ્રુસકેને ધ્રુસકે રડતા જોવા મળ્યા,

ત્યાં અભિનેતાની દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર બાદ પિતાના નામે પોસ્ટ શેર કરી. 11 વર્ષની વંશિકાએ પપ્પા સતીશ કૌશિક સાથે પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી. આ તસવીરમાં તે તેના પિતાને ગળે લગાડી જોવા મળી રહી છે. વંશિકા અને તેના પિતાને આ રીતે જોઇ યુઝર્સ પણ ઇમોશનલ થઇ ગયા. વંશિકા અને સતીશ કૌશિક વચ્ચે ખૂબ જ જબરદસ્ત બોન્ડિંગ હતી.

વંશિકાએ શેર કરેલી તસવીર ખરેખર દિલને સ્પર્શી જાય એવી છે. વંશિકાએ આ તસવીર શેર કરી રેડ હાર્ટ ઇમોશી કેપ્શનમાં શેર કર્યુ હતુ. ચાહકો વંશિકાની પોસ્ટ પર સતત કમેન્ટ કરી તેને સ્ટ્રોંગ રહેવા માટે કહી રહ્યા છે. દરેક કોઇ વંશિકાના દુખમાં તેની સાથે ઊભેલા નજર આવી રહ્યા છે. જણાવી દઇએ કે, વંશિકા તેના પિતાની ઘણી નજીક હતી અને બંને શાનદાર બોન્ડ પણ શેર કરતા હતા.

સતીશ કૌશિક પણ ઘણીવાર પત્ની અને દીકરી સાથે તસવીર અને વીડિયો ઇન્સ્ટા પર શેર કરતા હતા. વંશિકા પિતા સાથે રીલ્સ પણ બનાવતી હતી. સતીશ કૌશિક તેમની દીકરીને સેટલ જોવા માગત હતા, પણ તે પહેલા જ તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા. સતીશ કૌશિકને ઘણી મિન્નતો બાદ દીકરી થઇ હતી.

આ પહેલા તેમને અને તેમની પત્નીને એક દીકરો હતો પણ તેનું 2 વર્ષની ઉંમરે જ નિધન થઇ ગયુ હતુ. દીકરાની મોત બાદ અભિનેતાને આઘાત લાગ્યો હતો. દીકરાની મોતના 16 વર્ષ બાદ તેમના ઘરે સરોગસી દ્વારા દીકરીનો જન્મ થયો હતો. 56 વર્ષની ઉંમરે સતીશ કૌશિક બીજીવાર પિતા બન્યા હતા.

Shah Jina