ઇંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટર વિરાટ કોહલીને પ્રપોઝ કરવાને લઈને આવી હતી ચર્ચામાં, હવે પોતાની સમલૈંગિક ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ.. જુઓ તસવીરો

અડધી રાત્રે વિરાટ કોહલીને ટ્વીટ પર ટ્વિટ કરીને લગ્ન માટે પ્રપોઝ કરનારી ઇંગ્લેન્ડની આ દિગ્ગજ ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, કિસ કરતી તસવીર કરી શેર.. જુઓ

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારા ટેલરે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના પાર્ટનર ડીયોનના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આપ્યા હતા, જેના બાદ ઘણો હોબાળો થયો હતો. સારાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો. આના થોડા દિવસો બાદ વધુ એક ઈંગ્લિશ મહિલા ક્રિકેટરે પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી છે. આ ક્રિકેટરનું નામ છે ડેનિયલ વેઈટ. વેઇટે જોર્જ હોજને કિસ કરતી એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના પ્રેમ અને સગાઈની જાહેરાત કરી છે.

ઈંગ્લેન્ડની ડેનિયલ વેઈટ ત્યાંની શ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે. ડેનિયલ સોશિયલ પ્લેટફોર્મ પર હંમેશા એક્ટિવ રહે છે. હાલમાં જ ડેનિયલે તેના ચાહકો સાથે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જી હાઉડ સાથે સગાઈ કરી છે અને તે બંનેની તસવીરો પણ શેર કરી છે.

ડેનિયલ વિશે વાત કરીએ તો તે હાલમાં 31 વર્ષની છે, તેણે જે તસવીર શેર કરી છે તેમાં તે તેના પાર્ટનરને કિસ કરતી જોવા મળી રહી છે, સાથે જ તેના હાથમાં સગાઈની વીંટી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. એક વાત તો નક્કી છે કે બંને વચ્ચે ઘણો પ્રેમ છે. તેનું નામ વિરાટ કોહલી સાથે જોડાયું હતું અને ચર્ચામાં આવી હતી.

આ સમગ્ર ઘટના 2017ની છે જ્યારે વિરાટ કોહલીને ડેનિયલ દ્વારા બધાની સામે પ્રપોઝ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ડેનિયલનો આ પ્રસ્તાવ કોઈ સામાન્ય પ્રસ્તાવ નહોતો, પરંતુ તેણે વિરાટ કોહલીને સીધા જ લગ્ન માટે પૂછ્યું હતું. તેણે ટ્વિટર પર એક પછી એક ટ્વીટ અડધી રાત્રે કરીને વિરાટને પ્રપોઝ કર્યું હતું.

Niraj Patel