મહાઠગ સુકેશ ચંદ્રશેખરે એક અભિનેત્રી વિરૂદ્ધ જેલમાંથી લખ્યો પત્ર, કહ્યુ- તે ગોલ્ડ ડિગર છે, મને પરણિત સ્ત્રીઓમાં નથી દિલચસ્પી

‘હું બૉલીવુડ હિરોઈન ચાહત ખન્નાની જેમ ગોલ્ડ ડિગર નથી’, જેલમાં બંધ સુકેશ મહાઠગે જારી કર્યો પત્ર, જાણો સુકેશે બીજુ શું કહ્યુ

જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર તો તમને યાદ હશે ને…તેની જાળમાં તો જેકલીન અને નોરા જેવી અભિનેત્રીઓ પણ ફસાઇ ચૂકી છે. હાલમાં તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેણે જેલમાંથી એક પત્ર જારી કર્યો છે, જેમાં તેણે દાવો કર્યો છે કે ટીવી સીરિયલ અભિનેત્રી ચાહત ખન્ના જ્યારે તિહાડ જેલમાં તેને મળવા આવી હતી, ત્યારે તેણે ક્યારેય પ્રપોઝ નથી કર્યુ. તમને યાદ હશે કે કેટલાક દિવસ પહેલા ચાહત ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેને ઠગ સુકેશ ચંદ્રશેખરે પ્રપોઝ કર્યુ હતુ અને તે ઘૂંટણ પર બેસી ગયો હતો. તેણે લગ્નનો વાયદો કર્યો હતો.

આ સાથે ઘણા આરોપ પણ લગાવ્યા હતા. ત્યારે હવે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે એક લેટર જારી કર્યો છે, જેમાં તેણે દાવો કર્યો છે કે જ્યારે તિહાડ જેલમાં ચાહત તેને મળવા આવી હતી, ત્યારે તેણે અભિનેત્રીને ક્યારેય પ્રપોઝ નથી કરી. સુકેશ ચંદ્રશેખર અનુસાર, ચાહત ખન્નાએ તેને જણાવ્યુ હતુ કે તે પહેલાથી જ પરણિત છે અને તેને બે બાળકો પણ છે. એટલું જ નહિ, અભિનેત્રીએ એ પણ કહ્યુ હતુ કે તેનો પતિ સારો માણસ નથી. ચાહતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે EDએ જ્યારે તેમને કથિત જબરન વસૂલી માટે સમન મોકલ્યુ હતુ.

તે બાદ ખબર પડી કે ચંદ્રશેખર તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો ભત્રીજો નથી. જેલમાં બંધ સુકેશે જે લેટર જારી કર્યો છે, તેમાં તેણે દાવો કર્યો છે કે તેણે ચાહત ખન્નાને ક્યારેય પ્રપોઝ કર્યુ નથી. અભિનેત્રી કોઇ ફિલ્મ પ્રોડક્શન ઓફર માટે એક બિઝનેસ મીટિંગમાં આવી હતી, જે ઇડીને આપેલ નિવેદનમાં પણ દાખલ છે. લેટરમાં લખ્યુ છે કે, મને ડેટ કરવા કે મહિલાઓ સાથે રહેવામાં કોઇ દિલચસ્પી નથી, જે પહેલાથી જ પરણિત છે અને જેના બાળકો પણ છે. હું ચાહત જેવા ગોલ્ડ ડિગરની જેમ ડેસ્પિરેટ નથી.

ચાહત અને નિક્કી સાથે મારો જોડાવ ખાલી પેશેવર કારણોથી રહ્યો છે, જેના માટે મીટિંગ્સ થઇ અને એડવાન્સ પૈસા પણ આપવામાં આવ્યા. સુકેશે લેટરમા આગળ લખ્યુ- ચાહતે કહ્યુ કે તેને ખબર નહોતી કે તે તિહાડ જેલમાં છે. કોઇને કેવી રીતે ખબર પડે કે તે મળવા માટે જેલમાં એન્ટર કરી રહી છે ? શું તે 10 વર્ષની છે ? વાસ્તવમાં 10 વર્ષની બાળકીને પણ ખબર હોય છે કે જેલ કેવી દેખાય છે. તે દાવો કરે છે કે તેને પિંકી (ચંદ્રશેખરની સહયોગી પિંકી ઇરાની) દ્વારા દગો આપવામાં આવ્યો હતો.

આ માટે હું પૂછવા માગીશ કે અભિનેત્રી જેણે આટલા બધા પ્રોજેક્ટ કર્યા છે અને વેલ કનેક્ટેડ પર્સન છે, તે કેવી રીતે કોઇ પર આંખ મીંચી વિશ્વાસ કરી શકે છે અને દિલ્લી આવી શકે છે ? ચાહત ખન્ના તિહાડ જેલમાં એકલી કેવી રીતે આવી ? તે એક વેલ ટ્રેન્ડ જૂઠ છે. આનાથી ખબર પડે છે કે તે કેવી કેવી રીતની કહાનીઓ બનાવી રહી છે. જો તે મને મળવા તિહાડ જેલ આવી હતી અથવા તો હું તેને કોલ કરી રહ્યો હતો, જેવા કે તે દાવા કરે છે તો તેણે 2018 બાદ કોઇને કે પોલિસને કેમ કંઇ ન જણાવ્યુ.

આટલા વર્ષોમાં ફરિયાદ કરવાથી તેને કોણ રોકી રહ્યુ છે. સુકેશ ચંદ્રશેખર, જેકલીન ફર્નાંડિસ અને નોરા ફતેહી સહિત કેટલાક સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલે તપાસ ચાલી રહી છે. જેને મામલાના સંબંધમાં પૂછપરછ પણ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે કથિત રીતે મની લોન્ડ્રિંગ કેસ મામલે ચર્ચા સ્થગિત કરી દીધી અને મામલાની સુનાવણી 15 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી.

Shah Jina