આ હીરોને સાથી હિરોઈન પર આવી ગયું દિલ, દીકરી હોવા છતા જૂની પત્નીને કહી દીધું ગુડબાય- જોરદાર છે સ્ટોરી
ભોજપુરી એક્ટર યશ કુમાર આજે તેનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ 1985માં બલિયામાં થયો હતો. તે ઘણીવાર તેની ફિલ્મો અને અક્ટિંગને કારણે ચર્ચામાં રહે છે. ભોજપુરી દર્શકો વચ્ચે તેની ઘણી સારી ફેન ફોલોઇંગ છે. પ્રોફેશનલ લાઇફ સાથે સાથે તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણો ચર્ચામાં રહે છે. યશ કુમારે બે લગ્ન કર્યા છે.
એવામાં તેના 38માં બર્થ ડે પર તેની બીજી પત્ની નિધિ ઝાએ તેને સરપ્રાઇઝ આપ્યુ હતુ. આ સાથે અભિનેત્રીએ પતિ પર પ્રેમ લૂંટાવવામાં કોઇ કસર છોડી નહોતી.તે તેના સેટ પર કેક લઇને પહોંચી હતી અને આ દરમિયાન તે પતિને ગળે લપટી ગઇ. આ દરમિયાન પ્રેમનો ગ્લો અભિનેતાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો.
પછી બંનેએ એકબીજાન માથાને ચૂમ્યુ અને સાથે કેક કાપી. આ દરમિયાનનો વીડિયો પણ યશ કુમારની પત્ની નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો ચાહકોનું દિલ જીતી રહ્યો છે. વીડિયો શેર કરવા સાથે અભિનેત્રીએ પતિ માટે લાંબી નોટ પણ લખી છે. નિધિ ઝાએ વીડિયોને શેર કરી સાથે લખ્યુ- ડિયર હસબન્ડ..
.તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. જેટલું કહુ તમારા વિશે એટલું ઓછુ છું. કદાચ મેં ગયા જન્મમાં કંઇ સારુ કર્યુ કે તમે મને મળ્યા. રોજ, જ્યારે હું જાગુ છુ, તો ભગવાનનો આભાર માનુ છુ કે મને તમારા જેમ પ્રેમ કરનાર અને ધ્યાન રાખનાર લાઇફ પાર્ટનર આપ્યો. હું પોતાને તમારી પત્ની કહેવા પર ખુશનસીબ માનુ છુ.
તમને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. આઇ લવ યુ બાબુ. એક જન્મમાં તો શું બધા જન્મમાં હું તમારી પત્ની બનવા માગીશ. ત્યાં યશે પણ પત્ની નિધિની પોસ્ટ પર રિપ્લાય કર્યો અને લખ્યુ- બસ કર રડાવીશ શું ? હું કિસ્મતવાળો છું કે મને તારા જેવી ધર્મપત્ની મળી. લવ યુ બહુ બધુ. જણાવી દઇએ કે, ભોજપુરી જગતની લુલિયાને જ્યારે યશ કુમાર સાથે પ્રેમ થો તે ના ઇચ્છવા છત્તાં તે પણ દિલ થમાવી બેઠા.
અંજના સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાયા હોવા છત્તાં પણ અંજના સિંહને છૂટાછેડા આપી તેમણે નિધિ ઝા સાથે પોતાની આગળની જિંદગી જીવવાનો નિર્ણય કર્યો. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ નિધિ ઝાએ વર્ષ 2022માં યશ કુમાર સાથે લગ્ન કર્યા. અંજના સિંહ અને યશ કુમારની એક દીકરી અદિતિ સિંહ પણ છે. જે પણ નિધિ ઝા સાથે સારો બોન્ડ શેર કરે છે.
View this post on Instagram