કેટરીના કૈફને જાહેરાતમાં કિયારા અડવાણીએ કરી રિપ્લેસ, પણ ચાહકો થયા નિરાશ, કહ્યુ,”જેમ તારક મહેતામાં જેઠાલાલ એમ..”

Sliceની બ્રાન્ડ એમ્બેસેડર બની ‘મિસિસ મલ્હોત્રા’ કિયારા અડવાણી, કેટરીના કૈફને કરી રિપ્લેસ

કેટલાક એવા બ્રાન્ડ છે જેમને સ્ટાર્સને કારણે ઓળખવામાં આવે છે અને આવી જ એક બ્રાંડ છે સ્લાઇસ. સ્લાઇસની બ્રાંડ એમ્બેસેડર અત્યાર સુધી કેટરીના કૈફ રહી છે, પણ હવે સ્લાઇસની લેટેસ્ટ એડમાં કિયારા અડવાણીએ કેટરીના કૈફને રિપ્લેસ કરી દીધી છે. કેટરીનાની જગ્યા સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી નવેલી દુલ્હનિયા કિયારા અડવાણીએ લઇ લીધી છે. કિયારાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યો,

જેમાં તે કમાલની જોવા મળી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન બાદ કિયારા અડવાણીનું નસીબ ચમકી ગયું છે. કિયારાએ સ્લાઇસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કેટરિનાને રિપ્લેસ કરી છે. હાલમાં જ અભિનેત્રી સ્લાઇસ ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં અભિનેત્રીએ પોતાની ક્યુટનેસથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

આ દરમિયાન અભિનેત્રીએ ખૂબ જ સુંદર ઓરેન્જ સ્લિટ સ્કર્ટ સાથે એ જ રંગનું ઓફ શોલ્ડર ટોપ પહેર્યુ હતુ. જેના પર ચાહકોની નજર પણ અટકી ગઈ હતી. આ સાથે કિયારાએ મેચિંગ ગોલ્ડન કલરના હાઈ હીલ્સ સેન્ડલ પહેર્યા છે અને ગળામાં સ્લાઇસ લખેલો નેકપીસ પણ કેરી કર્યો છે.એવું કહેવું ખોટું નહીં હોય કે અભિનેત્રી કિયારા અડવાણી દિવસેને દિવસે ગ્લેમરસ થતી જઇ રહી છે.

કિયારાના આ ડ્રેસની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. કિયારાનો આ ડ્રેસ ઓસ્ટ્રેલિયાની બ્રાન્ડ ડાયોન લીનો છે. આ સિંપલ દેખાતા બ્રાલેટની કિંમત 57 હજારથી પણ વધુની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે અને સ્લિટ સ્કર્ટની કિંમત 71 હજારથી વધુ હોવાનું જણાવાઇ રહ્યુ છે. એટલે કે કિયારાના આ આખા ડ્રેસની કિંમત 1 લાખ 20 હજારથી વધુ છે. કિયારાની તેની સુંદરતાના દમ પર ચાહકોના દિલ પર રાજ કરે છે.

જણાવી દઇએ કે, કિયારાએ સિદ્ધાર્થ સાથે આ વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી કિયારા અડવાણીનો રંગ વધુ ચમકતો જોવા મળી રહ્યો છે. જો કે, કિયારા અડવાણીને સ્લાઇસની જાહેરાતમાં જોઇ કેટરિના કૈફના ચાહકો અને સ્લાઈસના ચાહકો નારાજ થઈ રહ્યા છે અને તેઓ આ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ જાહેરાત શેર કરી છે.

કિયારા અડવાણીની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ફેને લખ્યું છે કે, ‘કિયારા અદ્ભુત છે. અમે તેમને પણ પ્રેમ કરીએ છીએ. પરંતુ હું કેટરિના કૈફ વિના સ્લાઈસની કલ્પના પણ કરી શકતો નથી. તે વર્ષોથી જાહેરાત પર રાજ કરી રહી છે. જેમ મહેન્દ્ર સિંહ ધોની વિના CSK, મેસ્સી વિના બાર્કા, જેઠાલાલ વિના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કલ્પના કરી શકાતી નથી, તેવી જ રીતે કેટ વગર સ્લાઇસની પણ કલ્પના ના કરવામાં આવી શકે.

જો કે, એક બીજાએ કમેન્ટ કરી લખ્યુ ‘સારું છે પણ જે મજા કેટરીનાને જોઈને આવે છે તે નથી. રસિયાયય… આપણે બધા જાણીએ છીએ કે સ્લાઈસ કેટરીનાના કારણે ફેમસ થઈ છે. કેટલાક લોકો તો કિયારા અડવાણીને કહી રહ્યા છે કે તેણે કેટરિના પાસેથી આ જાહેરાત છીનવી લીધી છે, ‘અરે આ તો કેટરિનાની જાહેરાત હતી. તેના પેટ પર લાત મારી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Shah Jina