મેસ્સીની દરિયાદિલી આવી સામે, પોતાની ટીમના સાથી ખેલાડીઓને આપી એવી ભેટ કે લોકોની આંખો પણ ચાર થઇ ગઈ… જુઓ તસવીરો
આર્જેન્ટિનાની ટીમના કપ્તાન લિયોનેલ મેસ્સીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. તેને ફૂટબોલનો કિંગ માનવામાં આવે છે અને સાથે જ તે અઢળક સંપત્તિનો માલિક પણ છે. તેના વૈભવી જીવનની ચર્ચાઓ અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ છવાયેલી હોય છે. ત્યારે હાલ મેસ્સી તેની ઉદારીતા માટે ચર્ચામાં આવ્યો છે. તેને પોતાની ટીમના સભ્યોને ખાસ ભેટ આપી છે.
મેસ્સીએ FIFA વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ ટીમના સાથી અને સ્ટાફ માટે ગોલ્ડ આઈફોનનો ઓર્ડર આપ્યો હતો. તેણે પોતાની ટીમને 35 ગોલ્ડ આઈફોન ગિફ્ટ કર્યા, જેની કિંમત 1.73 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ધ સનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ તમામ 24-કેરેટ સોનાના ફોનની કિંમત £175,000 હોવાનું કહેવાય છે.
ભારતીય રૂપિયામાં તેની કિંમત વિશે વાત કરીએ તો તે 1.73 કરોડ સુધી છે. આ ગોલ્ડ આઈફોનમાં ખેલાડીઓના નામ, જર્સી નંબર અને આર્જેન્ટીનાનો લોગો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કસ્ટમાઇઝ ગિફ્ટને તૈયાર કરવામાં 2 મહિનાથી વધુનો સમય લાગ્યો છે. મેસ્સીએ શનિવારે પોતાના ઘરે આયોજિત મિજબાનીમાં તમામ ખેલાડીઓને આ ભેટ આપી હતી.
iDesignના CEO બેનએ જણાવ્યું હતું કે, “મેસ્સી iGoldના લાંબા સમયથી ગ્રાહક છે અને તે ઉપકરણને ખૂબ પસંદ કરે છે. આ ગિફ્ટનો ઓર્ડર આપતા પહેલા તેણે અમારી સાથે ઘણી વાત કરી અને પછી ફોન પર ખેલાડીઓના નામ, નંબર અને જર્સી નંબરની વાત નક્કી કરવામાં આવી. મેસ્સીની આ પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી છે અને આ પહેલા 2014માં આર્જેન્ટિનાની ટીમ મેસ્સીની કપ્તાનીમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે જીતી શકી નહોતી.