આજે 32 વર્ષનો થયો અનુષ્કાનો વિરાટ, વાંચો સ્પેશિયલ સ્ટોરી
વિરાટ કોહલી આજે એવું નામ છે જે નાના બાળકથી લઈને મોટેરાંઓના મોઢે સાંભળવા મળે, માત્ર ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં તેના ચાહકો જોવા મળે છે. તેનો આટલો મોટો ચાહકવર્ગ હોવાનું કારણ માત્ર તેની રમત જ નહીં તેનો દેખાવ પણ જવાબદાર છે. ક્રિકેટના મેદાનમાં આપણે વિરાટને જોઈએ છીએ ત્યારે તેના નખરા અને તેનો દેખાવ બંને મન મોહી લે છે. તેના આવા અંદાજના કારણે જ છોકરીઓ પણ તેની દીવાની છે.

વિરાટ કોહલીએ લગ્ન તો અનુષ્કા શર્મા સાથે કરી લીધા છે છતાં પણ આજે પણ જોઈએ તો વિરાટને ઘણી છોકરો પ્રેમ કરે છે, તને જોવા માટે પાગલ થઇ જાય છે. દુનિયાના સૌથી સુંદર ખેલાડીઓમાં વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા આવે છે.

આજે આપણે તેના કોલેજના દિવસની કેટલીક તસવીરો જોઈશું જેમાં વિરાટ અને તેના ફ્રેન્ડ આપણને જોવા મળશે સાથે વિરાટ કેટલો શરારતી અને મસ્તીખોર હતો એ પણ આપણે જોઈ શકીશું.

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમબરના રોજ દિલ્હીમાં થયો હતો, તેના પિતા વિરાટ જયારે 17 વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા જેના બાદ વિરાટની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ હતી, વિરાટ અને તેનો પરિવાર ભાડાના ઘરમાં રહેવા માટે પણ મજબુર બન્યો હતો.

અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પહેલા ઇંગ્લેન્ડની પ્રખ્યાત મહિલા ક્રિકેટર સારા ટેલરે પણ વિરાટ સામે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ વિરાટની માતાને આ લગ્નસંબંધ મંજુર નહોતો જેના કારણે વિરાટે સરના પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો.

વિરાટ કોલેજના દિવસોમાં ખુબ જ મસ્તીખોર હતો, તે પોતાના કોલેજમાં ક્લાસ છોડીને ફરવા માટે ચાલ્યો જતો હતો, એ સમયમાં ઇશાંત શર્મા તેનો સૌથી વધુ નજીકનો મિત્ર હતો. પોતાના પિતાના દેહાંત બાદ વિરાટ અંડર-19 ટિમ સાથે જોડાયો અને અંડર-19 વર્લ્ડકપ પણ જીત્યો હતો જેના કારણે તેના ચાહકો ખુબ જ વધી ગયા હતા, ત્યારબાદ તે સિલેક્ટરોની નજરમાં પણ આવી ગયો અને ત્યારબાદ તે ભારતીય ક્રિકેટ ટિમ સાથે જોડાયો અને પછી તો તેને જોઈને છોકરીઓ પાગલ થવા લાગી હતી.

વિરાટ કોહલીનો અંડર-19 ટીમની અંદર જર્સી નંબર 18 હતો જે આજે પણ ભારતીય ક્રિકેટ ટીમની અંદર એજ છે તેની પાછળનું કારણ તેના પિતાનું અવસાન છે, વિરાટના પિતા 18 તારીખે ગુજરી ગયા હતા જેમની યાદમાં તેને પોતાનો જર્સી નંબર 18 રાખ્યો છે.

2013આ એક વિજ્ઞાપન દરમિયાન વિરાટ અને અનુષ્કાની મુલાકાત થઈ હતી, ત્યારબાદ બંને ધીમે ધીમે નજીક આવવા લાગ્યા હતા. અને 5 વર્ષ બાદ 2018માં બંનેએ ઇટલીમાં જઈને ચુપચાપ લગ્ન કરી લીધા હતા.