કોરોણ વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં હાલ તો થોડી છૂટછાટ મળી ગઈ છે પરંતુ હજુ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રમતવીરોનું કામ શરૂ નથી થયું, તે પોતાના જ ઘરની અંદર હજુ પણ કેદ છે. લોકડાઉનમાં ઘણા અભિનેતાઓ અને રમતવીરોની ઘણી જ ખબરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. અને ઘણું બધું તેમના વિષે પણ જણાવા મળ્યું, આવી જ એક ખબર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્ન અને અભિનેત્રી અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી પાસેથી પણ આવી હતી.

વિરાટ કોહલી ખુબ જ શોખીન માણસ છે અને તેની પાસે ઘણી જ મોંઘીદાટ વસ્તુઓ છે, આમાંથી 7 વસ્તુઓતો એવી છે જેની કિંમત જાણીને પણ આપણા હોશ ઉડી જાય, સોશિયલ મીડિયામાં આજ ખબર અત્યારે ચર્ચાઈ રહી છે. તો ચાલો આપણે પણ જાણીએ કે વિરાટ પાસેએ કઈ 6 વસ્તુઓ સૌથી મોંઘી છે.

1. ઘડિયાળ:
વિરાટ કોહલી ઘડિયાળનો ખુબ જ શોખીન છે, તેની પાસે અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળનું ખુબ જ મોટું કલેક્શન છે. ટેનની પાસે રહેલી ઘડિયાળની કિંમત લખો રૂપિયામાં છે. કોઈ 69 લાખની છે તો કોઈ 80 લાખની.

2. આલીશાન ઘર:
ગુરુગ્રામ, હરિયાણા સ્થિત ડીએલએફ ફેજ 1માં તેનો એક આલીશાન બંગલો છે જે 500 સ્કવેરફૂટમાં બનેલો છે. આ બંગલાની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈમાં એક આલીશાન ફ્લેટ પણ છે.

3. ઓડી, આરએસ 5:
વિરાટ કોહલી પાસે ઓડી કંપનીની આરએસ 5 કાર છે. વિરાટ આ બ્રાન્ડનો એમ્બેસેડર પણ છે. આ કારની કિંમતની જો વાત કરીએ તો તેની કિંમત 1.10 કરોડ રૂપિયા છે.

4. ઓડી એ8 ડબ્લ્યુ12 quattro:
ગાડીઓના ખાસ શોખ ધરાવતા વિરાટ પાસે ઓડી કંપનીની જ એ8 ડબ્લ્યુ12 quattro કાર પણ છે જેની કિંમત 1.87 કરોડ રૂપિયા છે.

5. ઓડી આર8 વી10:
લક્ઝુરિયસ કાર ઉપરાંત વિરાટ સ્પોર્ટ્સ કારનો પણ ખુબ જ શોખીન છે તેની પાસે ઓડી કંપનીની જ આર8 વી10 સ્પોર્ટ્સ કાર પણ છે. આ કારની કિંમત 2.72 કરોડ રૂપિયા છે.

6. જીમમાં કર્યું છે ઈન્વેસ્ટ:
વિરાટ કોહલીએ ચિસેલ ફિટનેસ સેન્ટરની અંદર 90 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. ચિસેલ ફિટેન્સ સેન્ટર અને જિમની એક શૃંખલા છે.