વૃંદાવનમાં પૂજા કરવા દરમિયાન વિરાટ અને અનુષ્કાના ખોળામાં બેઠેલી જોવા મળી વોમિકા, વીડિયો જોઈને ચાહકો બોલ્યા….”પપ્પા પર ગઈ છે..” જુઓ તમે પણ
વિરાટ કોહલીનો ચાહકવર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે. તેની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર થતા હોય છે. ક્રિકેટના મેદાન પર ચોક્કા છગ્ગા વરસાવતો કિંગ કોહલીએ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લીધો અને તે હાલ ધાર્મિક યાત્રા પર છે. આ સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે, ત્યારે તેઓ હાલમાં જ વૃંદાવનમાં સ્પોટ થયા હતા.
વિરાટ કોહલીએ પોતાની રજાઓને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખી છે. તે અત્યારે ફક્ત ધામિર્ક યાત્રા પર છે અને તેમને દરેક પ્રકારે મીડિયાથી પણ દુરી બનાવી લીધી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ યાત્રાએ દરમિયાન બાબા નીમ કરૌલીના આશ્રમમાં પણ પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર કોહલી અને અનુષ્કા બુધવારના રોજ બપોરે વૃંદાવન પહોંચવાના હતા. પરંતુ તેમના નક્કી સમય કરતા તેઓ 3 કલાક વહેલા જ વૃંદાવન પહોંચી ગયા.
વિરાટ અને અનુષ્કાએ બાબા નીમ કરૌલીના આશ્રમમાં દર્શન કર્યા. તેમને સમાધિ સ્થળ પર પહોંચીને ધ્યાન પણ કર્યું. વિરાટ અને અનુષ્કા લગભગ 1 કલાક સુધી આ આશ્રમમાં રહ્યા હતા. વિરાટ કોહલીની આ મુલાકાતની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને ચાહકો પણ તેમની આ ધામિર્ક યાત્રાની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.
View this post on Instagram
આ દરમિયાન સામે આવેલા એક વીડિયોની અંદર વિરાટ અને અનુષ્કા સાથે તેમની દીકરી વામિક પણ નજર આવી હતી. આ કપલ પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમમાં નજર આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા અને વામિકા તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. વિરાટ-અનુષ્કા હાથ જોડીને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેતા જોવા મળે છે. આ પછી, આશ્રમના લોકો અનુષ્કાને ચૂંદડી ઓઢાડે છે, ત્યારબાદ અનુષ્કા માથું નમાવતી જોવા મળે છે.
Most beautiful video on internet today of virat kohli family pic.twitter.com/YngwtazJ0r
— leishaa ✨ (@katyxkohli17) January 5, 2023