તમારા કહેવાથી રોકાઇ શકે છે, બોયકટ બૉલીવુડ….સુનીલ શેટ્ટીએ CM યોગીને રીકવેટ કરી જુઓ વીડિયો

બોલિવુડ પર લાંબા સમયથી કાળા વાદળ છવાયેલા છે. વર્ષ 2022માં ઘણી બિગ બજેટ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ છે. ત્યારે હાલમાં શાહરૂખ-દીપિકાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને પણ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. લોકો આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. આ વચ્ચે સુનીલ શેટ્ટીએ CM યોગી આદિત્યનાથ પાસે મદદની ગુહાર લગાવી છે. 5 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે બેઠકમાં સુનીલ શેટ્ટીએ કહ્યુ કે, તમે બોયકોટ ટ્રેન્ડને રોકી શકો છો.

બોલિવુડ ફિલ્મોને લઇને લાંબા સમયથી લોકોની ધારણા બદલાઇ ગઇ છે. વધારે લોકો બોલિવુડ ફિલ્મોનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. વર્ષ 2022 તો બોલિવુડની ઘણી ફિલ્મો માટે ખરાબ રહ્યુ છે અને હવે નવા વર્ષમાં પણ હાલત એવી જ દેખઆઇ રહી છે. સુનીલ શેટ્ટીએ સીએમ યોગી સાથે આ વિષયમાં વાત કરી અને બોલિવુડને લઇને બનેલી ધારણાથી તેમને રૂબરૂ કરાવ્યા. આ બેઠકમાં ઘણી બોલિવુડ હસ્તિઓ સામેલ રહી હતી. સુનીલ શેટ્ટી સહિત રવિ કિશન, જેકી શ્રોફ, બોની કપૂર, સુભાષ ઘઇ, સોનૂ નિગમ, કૈલાશ ખેર હાજર હતા. સીએમ યોગીના ટ્વીટર હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.

જે શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, આજે મુંબઇમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો સાથે નવી ઉત્તરપ્રદેશમાં ફિલ્મ ક્ષેત્ર સાથે સંબંધિત વિભિન્ન બિંદુઓ પર સાર્થક ચર્ચા થઇ. બધાનો હ્રદયથી આભાર ! મુખ્યમંત્રીએ આ બેઠકમાં ઉત્તરપ્રદેશમાં બની રહેલી નવી ફિલ્મ સિટી પર વાત કરી. મીટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીએ ડગ, બોયકોટ જેવા મુદ્દા ઉઠાવ્યા. સીએમ યોગી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યુ કે, 90 ટકા બોલિવુડ ડગ નથી લેતુ, તે ખઆલી મહેનત કરી લોકો સુધી પોતાનું કામ પહોંચાડે છે.

આ માટે જરૂરી છે કે બોલિવુડ બોયકોટ ટેગને હટાવવામાં આવે. કારણ કે બોલિવુડની ખરાબ છવિને સુધારવામાં આવી શકે. આ ટેગને હટાવવાની જરૂરત છે. ટોપલામાં એક સફરજન ખરાબ હોઇ શકે છે, પણ અમે બધા એવા નથી. અમારી કહાનીઓ અને સંગીત દુનિયા સાથે જોડાયેલ છે. આ માટે આ કંલકને દુર કરવાની જરૂરત છે. કૃપા કરીને આ સંદેશ પીએમ નરેન્દ્ર મોદી સુધી પણ પહોંચાડો.

ત્યાં મીટીંગમાં બોલિવુડના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બોની કપૂરે કહ્યુ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઇમાં શુટ કરવા સહજ છે, પણ મુખ્યમંત્રીએ ઉત્તરપ્રદેશને ક્રાઇમ ફ્રી રાજય બનાવ્યુ છે, આ માટે ત્યાં પણ શુટિંગ કરવામાં પરેશાની નથી થતી. મેં ત્યાં બે ફિલ્મોનું શુટિંગ કર્યુ છે અને આગળ પણ વધારે ફિલ્મોના શુટનો પ્લાન છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina