“રામાયણ”ના રામ અરુણ ગોવિલને મળી ધ્રુસકેને ધ્રુસકે રડ્યા જગદગુરુ રામભદ્રાચાર્ય, ગળે લગાવી બોલ્યા- મારા પ્રભુ રામ…

મારા પ્રભુ રામ આવ્યા છે : રામાયણ ફેમ અરુણ ગોવિલને મળી ખૂબ રડ્યા જગદગુરુ  તમને પણ ઇમોશનલ કરી દેશે વીડિયો

રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા અરુણ ગોવિલ આજે પણ આટલા વર્ષો પછી દર્શકોના ફેવરેટ છે. આજે પણ લોકો અભિનેતામાં મર્યાદા પુરુષોત્મની છવિ જુએ છે અને તેમને પ્રભુ શ્રીરામ માની લે છે. રામના રોલમાં અરુણ ગોવિલે દર્શકોના દિલમાં એવી છાપ છોડી છે કે આજે પણ તેમના પાત્રને યાદ કરવામાં આવે છે. કેટલાક લોકો તો એક્ટરને પુજે છે, તેમના પગે પડે છે. અરુણ ગોવિલમાં તેઓ સાક્ષાત રામને જુએ છે. હાલમાં જ જ્યારે અરુણ ગોવિલ સ્વામી જગદગુરુ રામભદ્રાચાર્યજીને મળ્યા ત્યારે ટીવીના રામને મળીને સ્વામી ઇમોશનલ થઇ ગયા અને રડવા લાગ્યા.

આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, જગદગુરુ રામભદ્રાચાર્યજી અરુણ ગોવિલને છાતીએ વળગાળી રડી રહ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યના એક સત્સંગમાં અરુણ ગોવિલ પહોંચે છે. અહીં અરુણ ગોવિલ આવી જગદગુરુ રામભદ્રાચાર્યના ચરણ સ્પર્શ કરે છે. ત્યારે જ રામભદ્રાચાર્ય તેમને છાતીએ વળગાળી દે છે અને કેટલીક સેકન્ડ માટે આમ જ રાખે છે. આ દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યજી રડવા લાગે છે, તે ઘણા ભાવુક જોવા મળે છે. આ નજારો એવો લાગ્યો કે જાણે અરુણ ગોવિલને મળ્યા બાદ જગદગુરુ રામભદ્રાચાર્યને તેમના ભગવાન રામ મળી ગયા હોય.

અરુણ ગોવિલને મળ્યા બાદ સ્વામીજીએ ઘણી ખુશી જતાવી. તેમણે અભિનેતાની પ્રશંશા કરતા કહ્યુ- તમે અભિનય કરતા હતા. આ બંધ આંખોથી મને રામજીનું સ્વરૂપ દેખાતુ હતુ. આના જવાબમાં અરુણ ગોવિલે કહ્યુ કે, બસ તમારી કૃપા છે. જગદગુરુ રામભદ્રાચાર્ય કહે છે કે ભલે કેટલાક લોકોએ અરુણને અરુણ જોયો હોય, પણ જ્યારે તે અભિનય કરતા તેમનામાં રામનો આવેશ હોતો હતો. આમને પણ લાગ્યુ હશે જ્યારે ભારતમાં રામત્વ નહિ હોય ત્યારે ભારતના કલ્યાણની કલ્પના ન કરી શકાય. મારા જીવનનું મોટુ લક્ષ્ય રહ્યુ છે રાઘવ.

જન્મ લીધા બાદ આંખોને વિદા કરી, 5 વર્ષની અવસ્થામાં મેં પૂરી ગીતા કંઠસ્થ કરી, 7 વર્ષની ઉંમરે પૂરા રામ ચરિત્ર માનસને કંઠસ્થ કર્યુ. મને ના બાબા, ના ચમત્કારી બનવુ છે. મને બસ ધર્મ કામ અને કૌશલ્યા કુમાર રામ જોઇએ. જગદગુરુ રામભદ્રાચાર્યએ અરુણ ગોવિલને રામનો પરિસંવાદ સંભળાવવા કહ્યુ. અભિનેતાએ જગદગુરુ રામભદ્રાચાર્યની આ વાતને તરત માની અને રામનો પરિસવંદા સંભળાવ્યો. અરુણ ગોવિલ સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે કારણ કે તેમણે રામનું પાત્ર નિભાવ્યુ હતુ. આ માટે લોકો આજે પણ તેમને પૂજે છે. ઘણીવાર લોકો પોતાની આંખો સામે તેમને જોઇને ભાવુક થઇ જાય છે અને તેમના ચરણ સ્પર્શ કરવા લાગે છે.

Shah Jina