એવું તો શું થયુ કે અક્ષરા સિંહને ચંપલ છોડી જ ભાગવું પડ્યુ સ્કૂટી પર ? પાછળ ભાગતી જોવા મળી ભીડ- જુઓ વીડિયો

ફેમસ અભિનેત્રી એટલી ગભરાઈ ગઈ કે, ત્યાંથી કોઈની સ્કૂટી પર બેસીને ભાગવા લાગી. ચપ્પલ પહેરવા પણ ન રોકાઈ…

ભોજપુરી સુપરસ્ટાર અક્ષરા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ખુલ્લા પગે મેદાન છોડી ભાગતી જોવા મળી રહી છે. આ વીડિયો બેતિયાનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં અક્ષરા સિંહ એક રોડ શો કરવા પહોંચી હતી. અભિનેત્રી ભીડના ડરથી એ હદે પરેશાન થઇ ગઇ કે તેને ચંપલ પહેરવાનો પણ મોકો ન મળ્યો અને તે ખુલ્લા પગે જ પોતાનો ચહેરો છુપાવી સ્કૂટી પર ભાગી. અક્ષરા સિંહ બિહારના બેતિયામાં નગર નિગમ પ્રત્યાશી ગરિમા સિકારિયા તરફથી રોડ શો કરી રહી હતી.

આ દરમિયાન તેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી. ભીડને બેકાબૂ થતા જોઇ અક્ષરા સિંહે ત્યાંથી નો દો ગ્યારહ એટલે કે ભાગવાનું બરાબર સમજ્યુ. જો કે, વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે સ્કૂટી પર ભાગવા છત્તાં પણ ભીડ તેનો પીછો કરી રહી હતી. ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. અભિનેત્રીને પોતાના ગઢમાં જોતા જ ચાહકોની ખુશીનું ઠેકાણુ ન રહ્યુ. એકાએક રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા. બધા અભિનેત્રી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા હતા.

એવામાં અક્ષરાને ત્યાં સુરક્ષિત મહેસુસ ન થયુ અને તેણે તરત ભાગવાનું બરાબર સમજ્યુ. અક્ષરાને સ્કૂટી પર બેસાડી ભગાડનાર વ્યક્તિ બીજો કોઇ નહિ પણ નગર નિગમ પ્રત્યાશી ગરિમા સિકારિયાના પતિ રોહિત સિકારિયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અભિનેત્રી તેનો ચહેરો છુપાવવાની કોશિશ કરતી જોવા મળે છે.

Shah Jina