વાહ વાહ આ ગુજરાતની લોકપ્રિય ગાયિકા પણ પોતાના માટે લઇ આવી નવી નક્કોર ચાર ચાર બંગળી વાળી ગાડી, તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

કિંજલ દવે પછી આ ફેમસ ગુજરાતી ગાયિકાએ જન્મ દિવસે જ છોડાવી અધધધધ લાખો રૂપિયાની ચમચમાતી ઓડી કાર.. તસવીરો અને વીડિયોમાં જોવા મળ્યો અનોખો અંદાજ

ગુજરાતી કલાકારો અને ગાયકો આજે ખુબ જ નામના મેળવી રહ્યા છે. આજે ગુજરાતી ગીતો અને ગુજરાતી ફિલ્મોનો એક મોટો ચાહકવર્ગ છે. જેના કારણે ટીવી અને પડદા ઉપરાંત લોકો આ કલાકારોના કાર્યક્રમોમાં પણ મોટા પ્રમાણમાં જતા હોય છે અને તેમના કાર્યક્રમોને લાઈવ નિહાળવાનો આનંદ પણ માણતા હોય છે.

આ કલાકારો એક એક કાર્યક્રમ માટે મોટી ફી પણ વસુલતા હોય છે અને આલીશાન જીવન પણ જીવતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આ ગાયક કલાકારો ખુબ જ નામના મેળવતા હોય છે અને તેમના ચાહકો તેમને ફોલો પણ કરતા હોય છે. આ કલાકારો સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહેતા હોય છે.

ગયા વર્ષે જ ગુજરાતના ઘણા બધા નામચીન કલાકારોએ પોતાના માટે શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી હતી, જેમાં કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી જેવા મોટા મોટા કલાકારોએ લાખોની વૈભવી કાર ખરીદી. હવે આ લિસ્ટમાં ગુજરાતની વધુ એક ગાયિકાનું નામ પણ જોડાઈ ગયું છે. જેણે હાલમાં જ પોતાના માટે કે શાનદાર લક્ઝુરિયસ ઓડી કાર ખરીદી છે.

જેનો હવે લાખોની ઓડીમાં વટ્ટ પાડવાનો છે એ ગાયિકાનું નામ છે હિરલ રાવલ. ખાસ વાત તો એ છે કે હિરલ રાવલે પોતાના જન્મ દિવસે જ પોતાના માટે આ શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે. જેની ઘણી બધી તસવીરો પણ તેણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેના પર ચાહકો પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

હિરલ રાવલે પોતાના સોશિયલ મીડિયામાં કારની પૂજા કરતી ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સફેદ રંગની શાનદાર ઓડી કાર પર સાથિયો અને ચાંદલા કરી રહી છે. સાથે જ કારના બોનેટ પર ઘણી બધી કેક પણ રાખેલી જોવા મળી રહી છે. આ સાથે જ હિરલે કેપશનમાં લખ્યું છે “મારી નવી કાર ઓડી”

ચાહકો પણ તેમની આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને નવી કાર માટે તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. સાથે જ હિરલનો જન્મદિવસ હોવાના કારણે ચાહકો તેને જન્મદિવસની પણ શુભકામનાઓ પાઠવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હિરલે કાર સાથેનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે રિંગરોડના કોઈ કેફે આગળ ઉભા રહીને ગાડીની પૂજા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hiral Raval (@hiral_raval_2080)

Niraj Patel