કિર્તીદાન ગઢવીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પોતાના પરિવાર સાથે લીધી મુલાકાત, મંચ પરથી જમાવી ડાયરાની રમઝટ, જુઓ તસવીરો

પ.પૂ. મહંત સ્વામી આગળ નતમસ્તક થયા ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી, પરિવાર સાથે મુલાકાત બાદ રાજીપો કર્યો વ્યક્ત, જુઓ તસવીરો

અમદાવાદના ઓગણજ ખાતે 600 એકર જમીનમાં વિશાળ પ્રમુખનગર બનાવવામાં આવ્યું છે. જ્યાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો 100મોં જન્મજ્યંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં દુનિયાભરમાંથી લાખો લોકો રોજ મુલાકાત લેવા માટે આવી રહ્યા છે. આ મહોત્સવ સતત એક મહિના સુધી ચાલવાનો છે.

15 ડિસેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવેલા આ મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધી અસંખ્ય લોકો મુલાકાત લેવાના છે. ત્યારે અત્યાર સુધી ઘણા નામી અનામી કલાકારો ઉપરાંત રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ આવી ચુક્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ પણ આ મહોત્સવની મુલાકાત લીધી.

કિર્તીદાન ગઢવી આ ભવ્ય શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા માટે પોતાના સહપરિવાર સાથે પહોંચ્યા હતા. જેની તસવીરો કિર્તીદાને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાંથી પહેલી તસવીરમાં તે સ્વામી સાથે વાર્તાલાપ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં તે મંચ પરથી સંબંધોન કરતા તો ત્રીજી તસવીરમાં તે પોતાની પત્ની સાથે પ્રેક્ષકોની સાથે બેસીને કાર્યક્રમ નિહાળતા જોવા મળી રહ્યા છે. તો અન્ય તસ્વીરોમાં તે પરિવાર સાથે શતાબ્દી મહોત્સવમાં ફરવાનો આનંદ પણ માણતા જોવા મળી રહ્યા છે.

કિર્તીદાને ત્યાં પ્રમુખસ્વામી મહારાજની ચરણ પ્રતિકૃતિ પર પુષ્પ પણ અર્પણ કર્યા હતા. તેમજ બે હાથ જોડીને પ્રમુખસ્વામી મહારાજને વંદન પણ કર્યા હતા. આ ઉપરાંત તેમને આ મહોત્સવમાં ડાયરાની પણ રમઝટ જમાવી હતી. જેને જોઈને શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા. જેની તસવીરો પણ તેમને શેર કરી છે.

આ ઉપરાંત અન્ય તસ્વીરોમાં તે મહંતસ્વામી સામે બે હાથ જોડીને નતમસ્તક થતા પણ જોવા મળી રહ્યા છે. તો અન્ય તસ્વીરોમાં તે મંચ પરથી ડાયરાની રજુઆત કરતા પણ જોવા મળી રહ્યા છે. કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલી અન્ય એક તસવીરમાં તે ગુજરાતમાં ડાયરા માટે જાણીતા કલાકારો રાજભા ગઢવી, ઓસમાણ મીર જેવા અન્ય કલાકારો ઉપરાંત ભજન સમ્રાટ હેમંત ચૌહાણ સાથે પણ મંચ પર જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત અન્ય તસવીરોમાં તે સ્વામીજી સાથે મુલાકાત કરતા પણ જોવા મળી રહ્યા છે. તેમની આ પોસ્ટ પર ચાહકો પણ કોમેન્ટ કરી રહ્યા છે અને જય સ્વામિનારાયણ પણ લખી રહ્યા છે. કિર્તીદાનનો આ અંદાજ તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel