રોહિત શર્માની સાદગી ફરી એકવાર આવી સામે….એક નાનકડો ફેન ધ્રુસકે ધ્રુસકે રડતો હતો, તેને જોતા જ ગાલ પર વ્હાલ કરતા કહ્યું….”અલે લે લે લે…” જુઓ વીડિયો

રોહિત શર્માને જોઈને રડવા લાગ્યું આ ટેણીયું, ચાહકો વચ્ચે પહોંચીને કપ્તાને જે કર્યું તે દિલ જીતી લેશે.. જુઓ વીડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં જ ટી-20 શૃંખલા પૂર્ણ થઇ. જેમાં ભારતે 2-1થી શાનદાર જીત મેળવી હતી. આ શૃંખલામાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કપ્તાન હતો અને તેના નૈતૃત્વમાં ટીમે શાનદાર વિજય મેળવ્યો. જેના બાદ હવે આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝ પણ શરૂ થઇ રહી છે. આ વન-ડે સિરીઝમાં ભારતીય ટીમનું નૈતૃત્વ રોહિત શર્મા કરશે.

આજે પહેલી વન-ડે મેચ ગુવાહાટીમાં રમવાની છે. ત્યારે એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં રોહિત શર્માની સાદગી જોવા મળી રહી છે. જયારે ટીમની પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી ત્યારે કેટલાક ચાહકો ત્યાં ઉભા હતા. જેમાં એક 10-15 વર્ષનું બાળક પણ હતું અને તે રોહિતના આવતા જ જોરજોરથી રડવા લાગ્યું હતું.

આ બાળકને રડતા જોઈને કપ્તાન રોહિત શર્મા તરત તેની પાસે પહોંચી ગયો અને ત્યાં જઈને તેણે ફક્ત બાળકને રડતો બંધ જ ના કરાવ્યો, પણ તેના ચહેરા પર સ્માઈલ લઇ આવ્યો અને તેની સાથે તસવીરો પણ ક્લિક કરાવી. હવે તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રોહિતે જે અંદાજમાં બાળકને ચૂપ કરાવ્યો તેની હવે ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

રોહિતે બાળક પાસે પહોંચતા જ કહ્યું.. “મોટા મોટા ગાલ લઈને રડાય નહિ. અલે લે લે.. શું કામ રડે છે બચ્ચા..” આ સાંભળીને બાળક કંઈક કહે છે અને પછી રોહિત કહે છે કે ચાલો ફોટો ખેંચાવીએ. જેના બાદ બાળક ચૂપ થઇ જાય છે અને ત્યાં હાજર લોકો પણ હસવા લાગે છે. બાળક પોતાના આંસુઓ લૂછે છે અને પછી કેમેરા સામે હસતા હસતા તસવીરો પણ ક્લિક કરાવે છે. હવે આ વીડિયો જોઈને લોકો રોહિતની સાદગીના પણ ફેન બની ગયા.

Niraj Patel