દિલના હાથે મજબૂર થઇ ઉર્વશી રૌતેલા, ઋષભ પંતને જોવા પહોંચી હોસ્પિટલ? લોકો બોલ્યા- ચીપ પબ્લિસિટી
અભિનેત્રી ઉર્વશી રૌતેલા મુંબઇમાં છે અને આ એક દિલચસ્પ સંયોગ છે કે તે એક હોસ્પિટલના આસપાસ હતી, જ્યાં ક્રિકેટર ઋષભ પંત સારવાર માટે દાખલ થયો છે. ઋષભ પંતને કારણે ઉર્વશી ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. ઋષભ જે એક સપ્તાહ પહેલા ઘાતક દુર્ઘટનાનો શિકાર થયો હતો, તેને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં હાલમાં જ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ઉર્વશીએ ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી, જે મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલની હતી.
આ પોસ્ટને શેર કર્યા બાદ લોકો ક્યાસ લગાવવા લાગ્યા કે ઉર્વશી ઋષભને મળવા હોસ્પિટલ ગઇ હતી. હવે શું સાચે ઉર્વશીએ પંત સાથે મુલાકાત કરી છે કે નહિ તેની પુષ્ટિ થઇ નથી. પણ યુઝર્સને પાક્કો વિશ્વાસ છે કે ઉર્વશીએ હોસ્પિટલમાં ક્રિકેટર સાથે મુલાકાત કરી છે. ક્યારેક ઋષભ પંત અને ઉર્વશીના રિલેશનમાં હોવાની ખબર આવતી હતી. પણ બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. ઉપરથી બંનેનું સોશિયલ મીડિયા પર કોલ્ડ વોર લાઇમલાઇટમાં રહ્યુ. ઉર્વશી રૌતેલા જ્યાં પણ જાય છે, જે પણ પોસ્ટ શેર કરે છે, ઋષભ પંતના નામ પર યુઝર્સ તેને ઘણીવાર ટ્રોલ કરે છે.
ઉર્વશીની કેટલીક પોસ્ટ પરછી એવું પણ લાગ્યુ છે કે તે ટ્રોલર્સને પોતે તેના પાછળ પડવાનો મોકો આપે છે. જેવો હાલ આપ્યો, હોસ્પિટલનો ફોટો શેર કરી. હવે ઉર્વશીને એ જ હોસ્પિટલનો ફોટો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરવાની શું જરૂર હતી, જે હોસ્પિટલમાં પંત એડમિટ છે. કેટલાક યુઝર્સ આને ચીપ પબ્લિસિટી જણાવી રહ્યા છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક તેની માતા મીરા રૌતેલાને.
મીરા રૌતેલાએ ઇન્સ્ટા પર પંતની એક તસવીર શેર કરી તેના માટે દુઆ પણ કરી હતી. જણાવી દઇએ કે, બુધવારના રોજ ઋષભ પંતને સર્જરી માટે દહેરાદૂનથી મુંબઇ લાવવામાં આવ્યો હતો. જે બાદ ગુરુવારે ઉર્વશીએ હોસ્પિટલનો ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની ઠીક પહેલા 30 ડિસેમ્બરના રોજ ઋષભની કારનો અકસ્માત થયો હતો. તે દિલ્લીથી રૂડકી જઇ રહ્યો હતો ત્યારે તેની કાર નારસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી.
દિલ્લી-દહેરાદૂન હાઇવે પર અકસ્માત સમયે ઋષભ કારમાં એકલો હતો. તેની કારમાં ડિવાઇડર સાથે પલટી ખાઇ ગયા બાદ આગ લાગી હતી. ઋષભ જાતે જ જેમ તેમ કરીને બચીને બહાર નીકળ્યો હતો. તેને માથામાં, પીઠ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેની કાર અકસ્માતમાં ખરાબ રીતે બળીને ખાખ થઇ ગઇ હતી. આ અકસ્માતની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જે જોયા બાદ બધા જ હેરાનીમાં મૂકાઇ ગયા હતા.
View this post on Instagram