‘માણસાઈ નથી શું…’ ઋષભ પંતને શિફ્ટ કરતા વ્યક્તિએ કરી બદ્તમીઝી તો ફૂટ્યો બહેનનો ગુસ્સો, વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જેવી જ ઋષભ પંતની સારવાર સારી રીતે થઇ શકે તે માટે દેહરાદૂનના મેક્સ હોસ્પિટલથી મુંબઇની કોકિલાબેન ધીરૂભાઉ અંબાણી હોસ્પિટલમાં તેને લઇ જવાની ઘોષણા કરી ત્યારથી દેહરાદૂન હોસ્પિટલ બહાર ભીડ લાગવાની શરૂ થઇ હતી. હોસ્પિટલની બહાર વધારે ભીડ હોવાને કારણે ઋષભ પંતને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા માટે ઘણી મુશ્કેલી થઇ રહી હતી.

આ જોઇ ઋષભ પંતની બહેન સાક્ષી નારાજ થઇ ગઇ. તેણે આને લઇને પોતાનો ગુસ્સો પણ જાહેર કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋષભ પંતની બહેન ગુસ્સામાં કહી રહી છે કે માણસાઇ નથી શું તમારા લોકોમાં. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ઋષભ પંતને શિફ્ટ કરવા સમયે ઘણી ભીડ ત્યાં હતી અને તેને કારણે તેની બહેન સાક્ષી પંત ચિડાઇ ગઇ અને રસ્તામાં આવનાર લોકો પર ગુસ્સે થઇ.

વીડિયોમાં સાક્ષી કહેતી સંભળાઇ રહી છે કે ઇંસાનિયત નહી હૈ ક્યા આપ લોગો મેં. જણાવી દઇએ કે, હાલમાં ઋષભ પંત મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તે BCCIના ડોક્ટરોની સીધી નિગરાનીમાં છે. ઋષભ પંતનું ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયુ છે અને તેને પગ સહિત કેટલીક બીજી જગ્યાએ ઇજા પણ પહોંચી છે. અકસ્માત બાદ ઋષભ પંતની પ્રાથમિક સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સુનિશ્ચિત કર્યુ હતુ કે, ઋષભ પંતને જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ કરવા માટે બધી સહાયતા પ્રદાન કરવામાં આવશે. BCCI અધ્યક્ષ જય શાહે કહ્યુ કે, ઋષભ પંત ટીમ ઇન્ડિયા માટે મહત્વનો ખેલાડી છે. તેની સારવારનો બધો ખર્ચ BCCI ઉઠાવશે.

Shah Jina