રોહિત શર્માની ખેલદિલીએ જીત્યા ભારતીય સાથે શ્રીલંકાના લોકોના પણ દિલ, શ્રીલંકાના કપ્તાનને રનઆઉટ કર્યો હોવા છતાં કહ્યું નોટ આઉટ, જયસૂર્યા બોલ્યો.. “આભાર”

રોહિત શર્માની દુનિયાભરમાં થઇ રહી છે પ્રસંશા, શ્રીલંકા સામેની પહેલી વનડેની છેલ્લી ઓવરમાં કર્યું એવું દિલ જીતી લેનારું કામ કે વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કહેશો.. જુઓ

ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટનો જંગ ચાલી રહ્યો છે. 3 ટી-20 સિરીઝમાં ભારતીય ટીમે 2-1થી જબરદસ્ત જીત મેળવી. ત્યારે ગઈકાલે યોજાયેલી પ્રથમ એકદિવસીય મેચમાં પણ ભારતીય ટીમે શાનદાર જીત મેળવી હતી. ભારતે શ્રીલંકાને 67 રનથી હરાવ્યું. ત્યારે આ મેચ પણ ખુબ જ રોમાંચક રહી હતી. વિરાટ કોહલીની સદી ઉપરાંત બીજી પણ એવી ઘણી ઘટનાઓ બની જેણે દર્શકોના દિલ જીતી લીધા.

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ગુવાહાટીમાં યોજાઈ. આ મેચમાં ભારતીય ટીમે મજબૂત બેટિંગ કરતા 373 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો, જેના જવાબમાં ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ છેલ્લી ઓવરમાં એક એવો નજારો જોવા મળ્યો જેના કારણે લોકો હવે રોહિત શર્માની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

છેલ્લી ઓવરમાં શ્રીલંકાનો કપ્તાન દાસુન શનાકા 98 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શામી છેલ્લી ઓવર નાખી રહ્યો હતો અને શ્રીલંકન કપ્તાન નોન સ્ટ્રાઈકર એન્ડ પર હતો. જેવો સામી બોલ નાખવા ગયો એ પહેલા જ શનાકાએ ક્રિઝ છોડી દીધી અને શામીએ બોલને સ્ટંપ પર અડાવી દીધો અને આઉટ હોવાની અપીલ કરી હતી. જેના બાદ એમ્પાયરે થર્ડ એમ્પાયરને નિર્ણય આપવાનો ઈશારો કર્યો.

આ દરમિયાન જ ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્મા મોહમ્મદ શમી પાસે આવે છે અને તેને પોતાની અપીલ પાછી લેવાનું કહે છે. જેના બાદ શનાકાને નોટઆઉટ જાહેર કરવામાં આવે છે. ત્યારે હવે રોહિતની આ ખેલ ભાવનાની આખી દુનિયામાં પ્રસંશા થઇ રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા રોહિતના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, શ્રીલંકાના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યાએ પણ રોહિતનો આભાર માન્યો હતો.

Niraj Patel