દોસ્તો ભારત-શ્રીલંકા વચ્ચેની ક્રિકેટની મેચમાં ફેન્સને જોવા મળ્યો કંઈક અજીબો-ગરીબ કિસ્સો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આજે ઘણી સારી બેટિંગ કરી હતી ને રોહિતે જ્યારે અડધી સદી ફટકારી ત્યારે તેની આંખો અચાનક કેમ ભીંજાઈ ગઈ હતી. અને રોહિત આકાશમાં કોની સામે જોઈને એકદમ ભાવુક થઈ ગયા હતા. એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો હતો. દર્શકો પણ આ દ્રશ્યો જોઈને વિચારમાં પડી ગયા હતાં. તો અમે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ. આ સિરીઝની શરૂઆત પહેલા રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો હતો. રોહિતની પત્ની રિતિકા સજદેહે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઇમોશનલ મેસેજ શેર કર્યો હતો. રોહિત શર્માના પાલતુ શ્વાનનું સોમવારે નિધન થયું હતું.
રિતિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પેટ સાથેની કેટલીક યાદગાર તસવીરો શેર કરી છે, જેમાં તેના સિવાય તેની પુત્રી પણ જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને સમજી શકાય છે કે રોહિત અને રિતિકા માટે તેમનો પાલતુ શ્વાન કેટલો ખાસ હતો. તસવીરો શેર કરતાં રિતિકાએ લખ્યું, ‘ગઈકાલનો દિવસ અમારા માટે સૌથી મુશ્કેલ દિવસોમાંથી એક હતો. અમે અમારા પ્રેમને અલવિદા કહ્યું. તમે શ્રેષ્ઠ ફર બેબી હતા.
મારો પહેલો પ્રેમ, મારું પહેલું બાળક. જ્યાં સુધી આપણે ફરી મળીએ નહીં ત્યાં સુધી અમારા જીવનમાં હંમેશા ઓછો જાદુ રહેશે. રિતિકાની આ ઈમોશનલ પોસ્ટ બાદ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા ચાહકોએ રિતિકાને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપી છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્મા સાથે રમી રહેલા સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા ખેલાડીઓએ રિતિકાને પ્રોત્સાહિત કરી હતી.
જણાવી દઈએ કે રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ઈજા બાદ વાપસી કરી છે. રોહિતને બાંગ્લાદેશ પ્રવાસમાં અંગૂઠામાં ઈજા થઈ હતી. આ કારણે તે શ્રીલંકા સામેની ત્રણ ટી-20 શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો. જો કે, તેની વાપસી બાદ તેણે શાનદાર શૈલીમાં બેટિંગ કરી, તેણે વર્ષની તેની પ્રથમ ODIમાં 67 બોલમાં શાનદાર 83 રન બનાવ્યા. આ ઇનિંગમાં રોહિતે 9 ફોર અને 3 શાનદાર સિક્સર પણ ફટકારી હતી.
રોહિત ઉપરાંત વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની આ પ્રથમ વનડેમાં ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. તે વિરાટ કોહલીની ODI ક્રિકેટમાં 45મી સદી પણ હતી. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા અને શાનદાર જીત મેળવી હતી.
View this post on Instagram