બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે બીજા લગ્ન કરી લીધા છે. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ રાખીએ આદિલ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આદિલને ડેટ કર્યા બાદ રાખી સાવંતે તેને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો છે. લગ્નની વાયરલ તસવીરોમાં રાખી અને આદિલ મેરેજ સર્ટિફિકેટ પર સહી કરતા જોવા મળે છે. બીજી એક તસવીરમાં રાખી અને આદિલના હાથમાં મેરેજ સર્ટિફિકેટ જોવા મળી રહ્યુ છે.
રાખીના અચાનક લગ્નના ફોટા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે શું રાખીએ ખરેખર આદિલ સાથે લગ્ન કર્યા છે? વાયરલ ફોટોમાં રાખી સાવંત અને આદિલ ગળામાં માળા પહેરેલા જોવા મળે છે. રાખીએ પ્રિન્ટેડ શરારા સૂટ પહેર્યો છે અને માથે દુપટ્ટો રાખ્યો છે. રાખીના લગ્નના ફોટા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે રાખીની માતા હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહી છે. કેન્સર પછી તેમને બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન થયું છે.
માતાની માંદગી વચ્ચે રાખીના લગ્નની વાતે લોકોના હોશ ઉડાવી દીધા છે.રાખીએ હવે આદિલ અને તેના લગ્નની વાસ્તવિકતા દુનિયા સમક્ષ જણાવી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોતાના લગ્ન વિશે વાત કરતા રાખીએ કહ્યું- મારા લગ્નને 7 મહિના થઈ ગયા છે. આદિલે મને લગ્ન છુપાવવા કહ્યું હતું. મારા કોર્ટ મેરેજ થયા હતા. હું હવે કહું છું, કારણ કે તે કહેવું જરૂરી છે. મારા જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. આદિલ સાથે રાખી સાવંતના આ બીજા લગ્ન છે. અભિનેત્રીએ પહેલા બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કર્યા હતા.
રાખી રિતેશ સાથે બિગ બોસમાં પણ જોવા મળી હતી, પરંતુ તેમનો સંબંધ ચાલી શક્યો નહીં. આવી સ્થિતિમાં રિતેશ અને રાખીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. રાખી પહેલા પતિ રિતેશથી અલગ થયા બાદ આદિલે રાખીના જીવનમાં પ્રેમની મીઠાશ લાવી હતી. રાખીએ ખુલ્લેઆમ આદિલ માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રાખી અને આદિલ ખુલ્લેઆમ એકબીજા પર પ્રેમ વરસાવતા પણ ઘણીવાર જોવા મળે છે. રાખીએ ઘણી વખત કહ્યું કે તે આદિલને ખૂબ પ્રેમ કરે છે અને હવે તેણે આદિલ સાથે લગ્ન કરીને તેને હંમેશા માટે પોતાનો જીવનસાથી બનાવી લીધો છે.
તેણે આદિલ સાથે ખુશીથી તેના નવા જીવનની શરૂઆત કરી છે. લોકો માનતા હતા કે રાખી આ બધું માત્ર પબ્લિસિટી માટે કરી રહી છે. જણાવી દઇએ કે, રાખી સાવંતે 9 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ખૂબ જ રડી રહી હતી. તેણે જણાવ્યું કે તેની માતાને બ્રેઇન ટ્યુમર છે. માતાની તબિયત સારી નથી. તે હોસ્પિટલમાં છે. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો. હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી હતી, અને મને ખરેખર તમારા બધા આશીર્વાદની જરૂર છે. બિગ બોસના ઘરમાં કોઈએ મને કહ્યું નહિ કે તેની તબિયત સારી નથી.
મને ખબર નહોતી કે તે હોસ્પિટલમાં દાખલ છે, તેને બ્રેઈન ટ્યુમર છે.’ રાખી સાવંત 2006માં બિગ બોસની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ત્યારથી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેને શાહરૂખ ખાનની ફિલ્મ મેં હું નામાં મોકો મળ્યો હતો. તે બાદ તે ઘણા રિયાલિટી શોમાં નજર આવી. રાખી કા સ્વયંવર અને નચ બલિયેથી તેને ઘણી પ્રસિદ્ધિ મળી. તે મિકા સિંહ સાથે કોન્ટ્રોવર્સીના સમયે પણ ચર્ચામાં રહી હતી. રાખી સાવંતના પતિ આદિલે નવેમ્બર 2022માં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાખીના માથા પર સિંદુર જોવા મળી રહ્યુ છે.
View this post on Instagram