મહેન્દ્ર સિંહ ધોનીએ અહીં બનાવ્યુ આલીશાન ફાર્મ હાઉસ, જીમથી લઇને સ્વિમિંગ પુલ સુધી બધી જ લક્ઝરી સુવિધાઓ, તસવીરો જોઇ આંખો રહી જશે પહોળી

7 એકરમાં ફેલાયેલુ ધોનીનું ફાર્મહાઉસ: સામે આવી અંદરની તસવીરો, આટલા વર્ષમાં બનીને થયુ હતુ તૈયાર.. જુઓ અંદરની તસવીરો

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી છે. પણ તેમની લોકપ્રિયતા હજી પણ એવી જ છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ત્રણવાર આઇસીસી ખિતાબ જીતવામાં સફળ રહી હતી. આ સાથે જ ધોનીએ આઇપીએમાં તેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને અત્યાર સુધી ચાર વાર ચેમ્પિયન બનાવી છે.

એમએસ ધોની સફળતા અને લોકપ્રિયતા બંનેના શિખર પર જ રહ્યા છે. જણાવી દઇએ કે, ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું રાંચીમાં એક આલીશન ફાર્મહાઉસ છે. ધોનીના આ ફાર્મહાઉસનું નામ કૈલાશપતિ છે. ધોનીનું રાંચી વાળુ ફાર્મહાઉસ સાત એકડમાં ફેલાયેલુ છે. રાંચીના રિંગ રોડ પાસે આવેલ આ ફાર્મહાઉસને તૈયાર થવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા હતા.

રિપોર્ટ અનુસાર, આ ફાર્મહાઉસ માહીએ પોતે જ ડિઝાઇન કર્યું છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. ધોનીના ફાર્મહાઉસમાં તરબૂચ, જામફળ, પપૈયા અને સ્ટ્રોબેરી જેવા વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ધોનીના ફાર્મહાઉસમાં એક વિશાળ જીમ, સ્વિમિંગ પૂલ, પ્રેક્ટિસ માટે પાર્ક અને ઇન્ડોર સુવિધા પણ છે.

ફાર્મહાઉસનો મોટાભાગનો ભાગ લેન્ડસ્કેપ લૉન અને વિવિધ પ્રકારના વૃક્ષોથી ઢંકાયેલો છે. ફાર્મહાઉસમાં રહેવા માટે એક વિશાળ લિવિંગ રૂમ પણ છે. એમએસ ધોનીની પત્ની સાક્ષી અવારનવાર ફાર્મહાઉસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એમએસ ધોની કાર અને બાઇકના શોખીન તરીકે ઓળખાય છે.

આવી સ્થિતિમાં એમએસ ધોનીના ફાર્મ હાઉસમાં કાર અને બાઇક રાખવા માટે એક મોટું ગેરેજ પણ છે. ચેતક ઉપરાંત ધોનીના ફાર્મ હાઉસમાં શેટલેન્ડ પોની બ્રીડનો ઘોડો પણ છે. શેટલેન્ડ પોની જાતિનો સફેદ ઘોડો ધોની સ્કોટલેન્ડથી લાવ્યો હતો. આ ઘોડો દુનિયાની સૌથી નાની જાતિઓમાંની એક છે.

મહેન્દ્ર સિંહ ધોનીના મનપસંદ પાલતુ પ્રાણીઓ ફાર્મ હાઉસના લૉનમાં પણ જોવા મળે છે. ધોની ઘણી વખત તેના પાલતુ શ્વાન સાથે રમતા જોવા મળ્યો છે. ધોનીના આ ફાર્મહાઉસમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ આવ્યા છે. ધોનીનું ‘કૈલાશપતિ ફાર્મ હાઉસ’ ખૂબ જ ભવ્ય અને શાહી છે.

Shah Jina