ક્રિકેટર ઋષભ પંતના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, ફરી કરવું પડશે ઓપરેશન, આવતા વર્લ્ડ કપમાં…

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વિકેટકિપર ઋષભ પંતનો કાર અકસ્માત થયો હતો અને તેની હાલ મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે છેલ્લા મહિને પોતાના ઘર રૂડકી જઇ રહ્યો હતો ત્યારે ભયંકર અકસ્માતનો ભોગ બન્યો હતો. ત્યારે હવે તેને લઇને એક મોટી જાણકારી સામે આવી રહી છે.

પંતના ચાહકોને આ જાણકારીથી ઝટકો લાગી શકે છે. 25 વર્ષિય ઋષભ પંત કાર અકસ્માત બાદ મુંબઇમાં સારવાર કરાવી રહ્યો છે. એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 2023માં વધારે સમય સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહેશે. આનાથી ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ વર્ષે બે આઇસીસી ટૂર્નામેન્ટ પણ થવાની છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન ડે વર્લ્ડ કપ. એટલું જ નહિ,

તે આઇપીએલમાં પણ નહિ રમી શકે. પંતના 2 લિગામેન્ટમાં ઇજા થઇ છે અને જેની મુંબઇની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી, 6 સપ્તાહ બાદ ત્રીજી સર્જરી થવાની છે. જણાવી દઇએ કે, કાર અકસ્માતમાં ઋષભ પંતના ઘૂંટણના ત્રણ મહત્વપૂર્ણ લિગામેન્ટ તૂટી ગયા હતા. તેમાંથી બેની સર્જરી થઇ ગઇ છે, જ્યારે ત્રીજા લિગામેન્ટ માટે કમસે કમ 6 સપ્તાહની રાહ જોવી પડશે.

આ વધી પણ શકે છે. એટલે કે ત્રીજી સર્જરીમાં હજી બે મહિનાનો સમય લાગશે. તે બાદ તેને લાંબા સમય સુધી રેસ્ટ પર રહેવુ પડશે અને પછી પંત તેની ટ્રેનિંગ ફરીથી ક્યારે શરૂ કરી શકશે તેને લઇને ડોક્ટર્સે હાલ કોઇ ટાઇમલાઇન આપી ની, પણ તેની હેલ્થ અપડેટ, સર્જરી અને રેસ્ટના ટાઇમનો અંદાજો લગાવતા BCCI અને સિલેકટર્સ એ નિષ્કર્ષ પર પહોંચી ચૂક્યા છે કે પંત લગભગ 6 મહિના સુધી મેદાન પર વાપસી નહિ કરી શકે.

લાંબા સમયથી મેદાન પર દૂર રહ્યા બાદ તે તેના જૂના અંદાજમાં રમી શકે છે કે નહિ તે માટે પણ તેને થોડો સમય આપવો પડશે. એવામાં હાલ તેનું વર્લ્ડ કપ 2023 માટે ઉપલબ્ધ રહેવુ મુશ્કેલ નજર આવી રહ્યુ છે. ઋષભ પંતની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા પાસે સફેદ બોલમાં રમી શકે એવામાં સંજૂ સેમસન અને ઇશાન કિશન બે મોટા વિકલ્પ હશે.

જો ઋષભ પંત વર્લ્ડ કપ 2023 સુધી ફિટ નથી થતો તો આ બે વિકેટકિપર બેટ્સમેનને રિપ્લેસ કરી શકે છે. ત્યાં લાલ બોલમાં રમનાર ક્રિકેટમાં કેએસ ભરત તેનો વિકલ્પ બનશે. ઋષભ પંત આ વર્ષે IPL નહિ રમે. આ વાતની ઓફિશિયલ પુષ્ટિ પહેલા જ કરવામાં આવી ચૂકી છે. દિલ્લી કેપિટલ્સ તેના વિકલ્પ તરીકે ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે. ત્યાં વિકેટકિપરની ભૂમિકા સરફરાજ ખાન નિભાવી શકે છે.

Shah Jina