15 વર્ષની ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ રુહાનિકા ધવને કર્યો ગૃહ પ્રવશે, શેર કરી ઘરની અને પૂજાની તસવીરો, પણ લોકોએ લગાવી દીધો પેરેન્ટ્સ પર આ આરોપ

‘યે હૈ મોહબ્બતેં’ ફેમ રુહાનિકા ધવને 15 વર્ષની ઉંમરે ખરીદ્યુ કરોડોનું ધર, નવા ઘરમાં કરી પૂજા, પેરેન્ટ્સ પર લાગ્યો બાળ મજૂરોન આરોપ

ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ની રૂહી કદાચ તમને યાદ હશે. કેટલાક દિવસ પહેલા જ એવી ખબર આવી હતી કે એ જ નાનકડી રૂહીએ મુંબઇમાં પોતાનું ઘર ખરીદ્યુ છે અને તે પણ માત્ર 15 વર્ષની ઉંમરે. રૂહીના ચાહકો જ નહિ પણ તેના પેરેન્ટ્સ માટે પણ આ ઘણી પ્રાઉન્ડ મોમેન્ટ છે. આટલી નાની ઉંમરમાં કોઇ સ્ટારે પોતાનું ઘર ખરીદ્યુ છે. આ ઘણુ મોટુ અચીવમેન્ટ છે. રૂહીનું રિયલ નામ રુહાનિકા ધવન છે. રુહાનિકાએ ઘણી નાની ઉંમરે ફેમ હાંસિલ કર્યુ છે.

રુહાનિકે કેટલાક દિવસ પહેલા જ ત્રણ તસવીરો શેર કરી ચાહકોને નવા ઘર વિશે માહિતી આપી હતી. ત્યારે હવે રુહાનિકાએ ગૃહ પ્રવેશની તસવીરો શેર કરી છે. જેમાં તેના પરિવારના લોકો પૂજાનો ભાગ બનેલા જોવા મળી રહ્યા છે. આ સાથે રુહાનિકાએ એક સ્વીટ નોટ પણ લખી છે. મમ્મી સાથે રુહાનિકાએ સેમ કલરનો આઉટફિટ પહેર્યો હતો. ઘરના એન્ટ્રેંસ પર રુહાનિકાએ તેના કઝિન્સ સાથે પોઝ પણ આપ્યા હતા.

અભિનેત્રીએ તેના લેવિશ ઘરને ફૂલોથી ઘણી ખૂબસુરતી સાથે સજાવ્યુ હતુ. ઇન્સ્ટાગ્રામ પર ગૃહ પ્રવેશની તસવીરો શેર કરતા રુહાનિકાએ લખ્યુ- હું ભગવાનનો મારા લવ્ડ વન્સ માટે આભાર માનુ છુ, મારા સપના માટે, મારા આજ માટે, મારા ભવિષ્ય માટે, મારા બધા સારા અને ખરાબ દિવસો માટે શુકરગુજાર છું. હું હંમેશા મારુ માથુ ભગવાન, ગુરુલ પિતા, માતા અને ધરતી માતા આગળ ઝૂકાવીને રાખીશ. રુહાનિકાની આ પોસ્ટ પર તેની મમ્મીએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે.

આ સાથે રુહાનિકાના ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ ઘણા ખુશ છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા સેલેબ્સ રુહાનિકા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. રુહાનિકા ધવને 1 જાન્યુઆરી 2023ના રોજ એટલે કે ન્યુ યરના પહેલા દિવસે પોતાના ચાહકોને જણાવ્યુ હતુ કે તેણે પોતાના માટે એક લેવિશ ઘર ખરીદ્યુ છે. આનો પૂરો ક્રેડિટ રુહાનિકાએ તેની મમ્મીને આપ્યો હતો. રુહાનિકાનું કહેવુ છે કે તે પૈસા કમાવી તેની મમ્મીને આપતી અને ખબર નહિ કે કેવી રીતે તે પૈસાને ડબલ કરી દેતી.

મમ્મીને કારણે તેણે આટલી નાની ઉંમરમાં પોતાનું ઘર ખરીદ્યુ છે. જણાવી દઇએ કે, કેટલાક લોકો એવા છે જે રુહાનિકાની મમ્મી પર ચાઇલ્ડ લેબર એટલે કે બાળ મજૂરીનો આરોપ લગાવી રહ્યા છે. પણ ચાઇલ્ડ એક્ટ્રેસે એ વાતનો ખુલાસો કર્યો કે તેના પર કોઇ દબાણ નહોતુ અને આ તેની મમ્મીની સૂજબૂજનું પરિણામ છે. જ્યાં એક બાજુ ચાહકોએ રુહાનિકાના આ અચીવમેન્ટમાટે તેને શુભકામના પાઠવી, ત્યાં કેટલાક યુઝર્સે રુહાનિકાની માતા પર બાળક પર પ્રેશર બનાવવાનું અને ઉંમર પ્રમાણે વધારે કામ કરાવવાનો આરોપ લગાવ્યો અને બાળ મજૂરીનો પણ આરોપ લગાવ્યો.

હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં રુહાનિકાની માતાએ જણાવ્યુ કે, કોઇ પણ બાળકોએ પ્રેશર ન લેવું જોઇએ, ના તેમણે રુહાનિકા પર કોઇ પ્રેશર નાખ્યુ છે અને ના તો તેની પાસે એક્સ્ટ્રા કામ કરાવ્યુ છે. રુહાનિકાની માતાએ કહ્યુ કે, મને નથી લાગતુ કે રુહાનિકાના અચીવમેન્ટથી કોઇએ પ્રેશર લેવું જોઇએ, બધુ છીક છે. આ અમારા માટે પણ કંઇ રાતોરાત નથી થયુ. આ પૂરા પ્રોસિજરમાં ઘણો સમય લાગ્યો છે, ઘણી એનર્જી લાગી છે, જેનાથી પૈસાની બરાબર સેવિંગ કરવામાં આવે અને બરાબર ખરીદી કરવામાં આવે.

તેમણે કહ્યુ કે, આ પૂરા પ્રોસિજરમાં આઠ વર્ષ લાગ્યા છે. ઘરની મોટી હોવાને કારણે રુહાનિકા માટે મેં એક ફાઇનાન્સિયલ પ્લાન બનાવ્યો. મેં પૈસાને ઇન્વેસ્ટ કર્યા. એવું નહોતુ કે રુહાનિકાએ કોઇ ટીવી શો કર્યો અને મોટી અમાઉન્ટ કમાવી લીધી. ભગવાનની કૃપાથી વસ્તુ થતી ગઇ અને બધુ સારી રીતે કામ થયુ. ચાઇલ્ડ લેબરના કમેન્ટ્સ પર રુહાનિકાની માતાએ કહ્યુ કે, હું વધારે આવી રીતની કમેન્ટ્સ પર ધ્યાન નથી આપતી કારણ કે જો મેં ધ્યાન આપ્યુ તો પરેશાન થઇ જઇશ. પણ અહીં ચાઇલ્ડ લેબરની વાત આવતી જ નથી.

કારણ કે રુહાનિકાએ છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં કોઇ પ્રોજેક્ટ નથી લીધો. જો તમે અમારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નજર નાખશો તો વીડિયો રેકોર્ડિંગ એ એક શોખ છે. મળેલી પ્રતિક્રિયાઓ પર રૂહાનિકાએ કહ્યું કે- લોકો કહે છે કે હું તેમની પેઢીથી ઘણી અલગ છું. તે એક સરસ પ્રશંસા છે અને મને મારા માતા-પિતાને ગર્વ કરતા જોવાનું પસંદ છે. હું ચોક્કસપણે સ્ક્રીનને મિસ કરું છું પરંતુ મને અન્ય પ્રવૃત્તિઓ પણ કરવી ગમે છે. હું જે પણ કરું છું, મારી ખુશીથી કરું છું, મને કોઈ દબાણ કરતું નથી.

રૂહાનિકાએ આગળ કહ્યું કે- જો હું સાચું કહું તો હવે અમારા પૈસા પૂરા થઈ ગયા છે. અમે ગયા વર્ષથી ઘર શોધી રહ્યા હતા. પછી અમને બે પસંદ આવ્યા, પણ અંતે અમે આને ફાઈનલ કરી. અમે વધુ સારું ઘર ન શોધી શક્યા હોત. આ ખૂબ જ અદ્ભુત લાગણી છે. એવા શહેરમાં જ્યાં એક બેડરૂમનું ઘર પણ એટલું મોંઘું હોય ત્યાં ઘર ધરાવવું. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રુહાનિકા ધવન ઘણી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે. જેમાં ‘યે હૈ મોહબ્બતેં’થી તે સૌથી વધારે મશહૂર થઇ હતી.

Shah Jina